ગેઝેટ અને કોર્ટના આદેશનું ખોટું અર્થઘટન: અંબાજી મહંત
પ્લાસ્ટિક પ્રતિબંધ માટે ઊભી કરાયેલી ચેકપોસ્ટનો વિરોધ
- Advertisement -
હાઇકોર્ટના હુકમને યોગ્ય રીતે સમજાવવાની સલાહ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ ભવનાથ અને ગિરનાર સનાતન ધર્મનું આસ્થાનું પ્રતિક છે ત્યારે છેલ્લા બે દિવસથી ભવનાથ જતા સોનાપુરી પાસે પ્લાસ્ટીક પ્રતિબંધ માટે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે તેનો વિરોધ અંબાજી મહંત તનસુખ ગીરીબાપુએ કર્યો છે જેમાં બાપુએ જણાવ્યુ છે કે, ભવનાથને પ્લાસ્ટીક મુક્ત નહીં પરંતુ યાત્રિક મુક્ત બનાવવાના ષડયંત્રનો એક ભાગ છે. તેમજ ઇકોસેન્સેટીવ ઝોનના જાહેરનામા પ્લાસ્ટીક પ્રતિબંધની વાત નહીં હોવાનો તનસુખગીરીબાપુનો દાવા સાથે હાઇકોર્ટનો હુકમનો યોગ્ય રીતે સમજાવવાની સલાહ આપી છે. અને ગેઝેટ તેમજ કોર્ટના આદેશનો ખોટુ અર્થઘટન કરવામાં આવી રહ્યુ હોવાના સવાલો બાપુએ ઉભા કર્યા છે. ભવનાથ વિસ્તારને પ્લાસ્ટીક મુક્ત કરવાનું અભિયાન યાત્રિકો માટે દુ:ખદ છે કોઇ પણ વસ્તુ ખરીદી કરો તે પ્લાસ્ટીકમાં આવે છે,ઇકો સેન્સેટીવ ઝોનના જાહેરનામાં પ્લાસ્ટીક પ્રતિબંધની વાત નથી માત્ર પ્લાસ્ટીકના કચરાનો યોગ્ય નિકાલ કરવાની તાકીદ કરી છે,હાઇકોર્ટના હુકમનો પણ યોગ્ય રીતે સમજવાની જરૂર છે, સરકાર વતી હાઇકોર્ટનું માર્ગદર્શન માંગવુ જોઇએ કે પ્લાસ્ટીક મુકત એટલે કોઇ પણ વસ્તુ ન લઇ જવી કે પ્લાસ્ટીકનો નિકાલ કરવો ?
- Advertisement -
અંબાજીના મહંતે વધુમાં જણાવ્યુ હતુ કે, આવનારા સમયમાં ભવનાથ પ્લાસ્ટીક મુક્ત નહી પરંતુ યાત્રિકો મુકત બને તે ષડયંત્રનો આ ભાગ છે. આગામી સમયમાં સનાતન ધર્મ સાથે સંકળાયેલા તમામ સંતો મેદાનમાં ઉતરશે, યાત્રિકો ભવનાથ તીર્થ ક્ષેત્રની શાન છે, તેને થતી કનડગત તે ધર્મ સાથે છેડછાડ જેવીછે માટે તંત્ર યોગ્ય નિર્ણયનહી કરે તો સંતોએ ના છુટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. ગિરનાર પ્લાસ્ટીક મુકતએ સારૂ અભિયાન છે પણ પહેલા સરકારે અને પ્રશાસને ભવનાથ અને ગિરનારની યાત્રાએ આવતા યાત્રિકો માટે પ્રાથમિક સુવિધા જેવી કે શુઘ્ધ પાણી, બેસવા માટેના બાકડા, ટોયલેટ, બ્લોક હોવા જોઇએ. અમરનાથ, શબરી માલા, વૈષ્ણવ દેવી જેવા ધર્મ સ્થાનોમાં યાત્રિકો માટે તમામ વસ્તુઓ આસાનીથી મળે તેવી વ્યવસ્થા છે. ગિરનારને પ્લાસ્ટીક મુક્ત કરતા પહેલા ગિરનારની યાત્રાએ આવતા યાત્રિકો માટે ભૌતિક સુવિધાઓ ઉભી કરવાન તાતી જરૂરીયાત છે. પીવાનું પાણી પણ ન મળેએ મોટી કમનસીબી ગણાવી છે. આમ વહીવટી તંત્રની સામે અંબાજીના મહંતે વિરોધ નોંધાવી સવાલો ઉઠાવતા ચેક પોસ્ટના મામલે ગરમાવો આવ્યો છે.
ઇકો સેન્સિટિવ ઝોનના નિયમોમાં કંઇક કાચું કપાઇ રહ્યું છે ?
ભવનાથ તિર્થક્ષેત્રમાં ઇકોસેન્સેટિવ ઝોનના નિયમોનેલાગુ કરવાની કાર્યવાહીમાં કંઇક કાચુ કપાઇ રહ્યુ છે ગેઝેટમાં જે લખાયુ છે તેની અમલવારી કરવાની હોય તો એમા પ્લાસ્ટીક કચરાનો યોગ્ય નિકાલ થાય તે વ્યવસ્થા કરવાની છે તેવું વાંચી શકાય છે. પરંતુ અહીં પ્લાસ્ટક પેકીંગ વાળી તમામ વસ્તુઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એ વાસ્તવિકતાથી જોજનો દૂર છે આ મામલે જરૂર જણાય તો હાઇકોર્ટનું માર્ગદર્શન પણ માંગવુ જોઇએ. નહીં તો જૂનાગઢમાં પણ તમામ ધંધા રોજગારને માઠી અસર થશે જેની સૌથી વધુ અસર લોકોને પણ થવાની છે.