અલથાણના એટલાન્ટ મોલમાં તેલના ગોડાઉનમાં દરોડા પાડી અમૃત રીફાઇન્ડ તેલના ડબ્બાની એક્સપાયરી ડેટ વધારવા જુના સ્ટીકર પર નવા સ્ટીકર લગાડી વેચાણ કરવાના ષડયંત્રને ઝડપી પાડી પોલીસે તેલના 75 નંગ ડબ્બા કિંમત રૂ. 2.25 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
અલથાણ પોલીસ ચોકીના સ્ટાફે અલથાણનાએટલાન્ટના મોલમાં દુકાન નં. જી-39 માં દરોડા પાડયા હતા. તેલ અને પાસ્તાના ગોડાઉનમાં ત્રણ કારીગરો સૂર્યમુખીના ફુલ અને અમૃત રીફાઇન્ડ સનફ્લાવર ઓઇલ અને તેની કિંમત સહિતની માહિતી લખેલા જુના સ્ટીકર કાઢી નવા સ્ટીકર લગાડી રહ્યા હતા. જેથી પોલીસે ગોડાઉન માલિક આશિષ ભગવાનદાસ ગેહાની (ઉ.વ. 41 રહે. 504, કાલિન્દી એપાર્ટમેન્ટ, મજુરા ગેટ)ની પુછપરછ કરતા તેલના ડબ્બા અન્ય રાજયમાંથી મંગાવી એક્સપાયરી ડેટ વધારવા જુના સ્ટીકર પર નવા સ્ટીકર લગાડી વેચાણ કરતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગોડાઉનમાંથી તેલા 75 નંગ ડબ્બા કિંમત રૂ. 2.25 લાખ, એક્સપાયરી ડેટના બોગસ સ્ટીકર 95 નંગ સ્ટીકર કબ્જે લીધા હતા.