ગુણવંતપુરથી વામળવાવ ગામ વચ્ચે 95 લાખનાં ખર્ચે રોડ બનશે
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ તાલુકાનાં ગુણવંતપુર ગામથી તાલાળા તાલુકાનાં વામળવાવ ગામને જોડતા રસ્તા માટે 95 લાખના નોન-પ્લાન રસ્તાનું કામ મંજૂર કરવામાં આવ્યા હતાં. જેનું ખાતમુહૂર્ત વેરાવળનાં ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાનાં હસ્તે કરવામાં આવ્યું હતું.વેરાવળ અને તાલાલા તાલુકાનાં હજારો લોકોની સમસ્યાને પહોંચી વળવા ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા રૂપિયા 95.00 લાખના ખર્ચે ગુણવંતપૂર ગામથી તાલાળા તાલુકાનાં ધામળવાવ ગામને જોડતો રસ્તો નોન-પ્લાન માટે મંજૂર કરવેલ હતો. અને વહેલી તકે આ રસ્તાનો લોકોને લાભ મળી રહે તેવા હેતુથી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના વરદ હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.