ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મનરેગા બચાઓ આંદોલન અંતર્ગત પ્રતીક ધરણા યોજી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ. આગામી સમયમાં દરેક તાલુકા મથક પર ધરાણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા દેશભર માં શરુ કરવામાં આવેલ મનરેગા બચાઓ મહા સંગ્રામ અંતર્ગત આગામી 25 ફેબ્રુઆરી સુધી અલગ અલગ પ્લેટફોર્મ પર જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા કાયદો એના મૂળ સ્વરૂપે લાવવા કાયદામાં ફેરફાર કરવામાં નહિ આવે ત્યાં સુધી ઉગ્ર વિરોધ પ્રદર્શનનાં કાર્યક્રમો શરુ રાખવામાં આવશે.
આગામી સમયમાં જિલ્લાનાં દરેક તાલુકાનાં શ્રમીકોને સાથે રાખી કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન રાખી આવેદનપત્ર આપવામાં આવશે. આ પ્રતીક ધરણા કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ જોષી, પૂર્વ ધારાસભ્ય પરબતભાઇ ચાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી, મનપા વિપક્ષ નેતા લલિતભાઈ પરસાણા તેમજ તાલુકા પ્રમુખશ્રીઓ, આગેવાનો, કાર્યકર્તા ઉપસ્થિત રહેલ.



