સોશિયલ મીડિયા પર કાર્યકરોએ બળાપો ઠાલવી વિરોધ નોંધાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયત તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે રાજકીય પક્ષોમાં પણ નવા જૂની શરૂ થઈ છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ પ્રમુખને હાલમાં જ રીપીટ કરવામાં આવ્યા હતા જે શહેર કોંગ્રેસ પ્રમુખ સામે હવે કાર્યકરો સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવતા નજરે પડ્યા છે. કોંગ્રેસ શેર પ્રમુખ રમેશભાઈ ડાભી ગત ટર્મ પ્રમુખ તરીકે રહી ચૂક્યા હતા જે બાદ હવે ફરીથી પ્રમુખ તરીકે રીપીટ કરવામાં આવ્યા હતા જેની સામે કાર્યકરોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા જણાવ્યું હતું કે જ્યારે ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ પ્રમુખની સેન્સ પ્રક્રિયા હતી ત્યારે પોતાની સાથે ખાનગી કંપનીમાં નોકરી કરતા કામદારોને સાથે લઈ જઈ સેન્સ આપવી પ્રમુખ બની બેઠા છે જે અંગે સાથી કામદારોને જાણ કર્યા હોવાનો મેસેજ પણ સોશિયલ મીડિયા પર રજૂ કર્યો હતો. ત્યારે એક તરફ ધ્રાંગધ્રા આર્થનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ શહેર કોંગ્રેસના પ્રમુખનો સોશિયલ મીડિયા પર પોતાના પક્ષના કાર્યકરો ખુલ્લેઆમ વિરુધ કરતા હોવાથી કંઈક નવાજૂની થાય તેવા ઇંધણની શક્યતા સેવાઈ રહી છે.
- Advertisement -