-બાબુ જગજીવનરામ પછી પ્રથમ વખત કોંગ્રેસને દલીત રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે
-તમામ રાજ્યોમાંથી આવેલી મતપેટીઓ મિક્સ કરી દેવાઇ: ક્યા રાજ્યમાંથી કોને કેટલા મત મળ્યા છે તે જાણી શકાશે નહીં
- Advertisement -
દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીના પરિણામની ઉત્તેજના છવાય ગઇ છે. દિલ્હીના 24-અકબર રોડ સ્થિત ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમિટીની ઓફીસમાં મતગણતરીનો પ્રારંભ થયો છે અને કોંગ્રેસના 9500 ડેલીગેટ દ્વારા મત અપાયા છે અને તમામ રાજ્યમાંથી આવેલી મતપેટીઓના મતપત્ર મિક્સ કરી દેવામાં આવશે અને તેથી ક્યા ઉમેદવારને ક્યા રાજ્યમાંથી કેટલા મત મળ્યા તે ખ્યાલ આવશે નહીં અને બાદમાં 50-50 મતોની થોકડી બનાવીને તેની ગણતરી કરવામાં આવશે.
આ જંગમાં કોંગ્રેસના પીઢ નેતા અને રાજ્યસભાના સભ્ય મલ્લીકાર્જુન ખડગે અને પક્ષના સિનિયર સાંસદ શશી થરુર વચ્ચે સીધો જંગ છે અને તેમાં ખડગેનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે અને તેથી તેઓ કોંગ્રેસના 65મા રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે અને જો તેઓ બાબુ જગજીવન રામ બાદ કોંગ્રેસના પ્રમુખ બનનાર બીજા દલીત નેતા હશે.
આઝાદીના 75 વર્ષમાં 42 વર્ષ કોંગ્રેસનું સુકાન ગાંધી પરિવાર પાસે જ રહ્યું છે અને તે બાદ 33 વર્ષ બિન ગાંધીએ કોંગ્રેસનું સુકાન સંભાળ્યું હતું. આજે મતગણતરી પહેલા ઉમેદવાર શશી થરુરે ટવીટ કરીને ઇતિહાસ યાદ રાખશે અમે શાંત ન હતા તેમ જણાવીને પોતે અને તેમના ટેકેદારોએ એક મજબૂત ફાઈટ આપવાનું દર્શાવી દીધું હતું. જો કે થરુરના અનેક રાજ્યોમાં પોલીંગ એજન્ટ મળ્યા નહીં અને બાદમાં ખુદ કોંગ્રેસ પક્ષે તેમના માટે પોલીંગ એજન્ટ આપ્યા હતા.
- Advertisement -
ઇતિહાસ યાદ રાખશે કે વર્તમાન શાંત ન હતો: થરૂરનું ટવીટ
આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની મતગણતરી પૂર્વે શ્રી શશી થરુરે પોતાનો પરાજય આડકતરી રીતે સ્વીકારી લીધો હતો અને જણાવ્યું કે મે ખડગે સાથે વાત કરી છે, શુભકામના પણ આપી છે પરિણામ ભલે ગમે તે રહ્યું અમે સહયોગી બની રહેશું. તેઓએ ટવીટ કરીને એ પણ જણાવ્યું કે ઇતિહાસ યાદ રાખશે, અમે કેટલીક લડાઈઓ પણ લડીએ કે ઇતિહાસ યાદ રાખશે કે વર્તમાન શાંત ન હતો.
મલ્લીકાર્જુન ખડગે: આપણે સૌએ સાથે મળીને પાર્ટી બનાવવી પડશે
આજે પરિણામ પૂર્વે મલ્લીકાર્જુન ખડગેએ જણાવ્યું કે આ અમારી આંતરિક ચૂંટણીનો ભાગ છે અમે એકબીજાને કહ્યું તે બધુ મૈત્રીપૂર્ણ હતું અને આપણે સાથે મળીને પાર્ટી બનાવવી પડશે.