રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી હાલત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. મોનાલી માકડિયાને અનેક મુદ્દાઓને લઈને રજુઆત કરી હતી. જે રજુઆતમાં સિવિલ હોસ્પિટલમાં થેલેસેમીયા અને હડકવાના ઇન્જેક્શન તેમજ ડાયાબીટીસ સહિત અનેક દવાઓની અછત છે. ત્યારે જરૂરી ઇન્જેક્શન અને દવાનો પૂરતો જથ્થો સિવિલમાં રાખવામાં આવે જેથી દર્દીઓને બહાર દવા લેવી ન પડે. તેમજ બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલના માનસીક વિભાગમાં આગ લાગી હતી ત્યારે ફાયરના સાધનો કામ કર્યા ન હતા.
- Advertisement -
ત્યારે સિવિલ હોસ્પિટલમાં લાખોના ખર્ચે નાખેલ ફાયર સેફ્ટીના સાધનોની ગુણવતા જાળવવામાં આવે અને ચકાસણી કરવામાં આવે જેથી આગ લાગ્યાંના બનાવમાં મોટી દુઘર્ટના ટાળી શકાય. જો કે રાજકોટ સિવિલ હોસ્પિટલ કોઈ ને કોઈ બાબતને લઈને ચર્ચામાં રહે છે.સિવિલ હોસ્પિટલમાં અગાઉ તબીબની બેદરકારીના બનાવો, મેડિકલ સાધનો બંધ તો ક્યારેક દવા ઉપલબ્ધ ન હોવાથી દર્દીનેબહારથી રિપોર્ટ કરવાવો અને દવા લેવી પડે છે
જેને લઈને રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ ગાયત્રીબા ઝાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, સહિતનાં કોંગ્રેસ અગ્રણીઓએ રાજકોટ સિવિલ હોસ્પિટલમના તબીબી અધિક્ષકને રજુઆત કરી રોષ ઠાલવ્યો હતો.