લલુડી વોકળાનાં રહીશોનો ’ન્યાય આપો’નાં નારા સાથે વિરોધ; ચોમાસામાં મકાનો નહિ તોડવાની મ્યુનિસિપલ કમિશનરની ખાતરી
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14માં લલુડી વોકડીમાં આવેલા 700થી વધુ પરિવારો જે ત્રણ દાયકાથી વધુ સમયથી રહેતા હોય તેઓને 27 મેના રોજ મનપા દ્વારા નોટીસો ફટકારવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક આ વિસ્તાર ખાલી કરાવવાનું જણાવવામાં આવ્યુ છે અને હાલ અમારી જાણ મુજબ આ વિસ્તારમાં પોલીસ અને શાસકો દાદાગીરીથી સોગંદનામાં કરી વિસ્તાર ખાલી કરાવવા બાબતે દબાણ કરી રહ્યા છે ત્યારે જે રહેવાસીને નોટિસ આપી ખાલી કરાવવામાં આવે છે
- Advertisement -
તેઓને તાત્કાલિક વેકલ્પિક જગ્યા માટે સોરઠીયાવાડી પાસેના આવાસ આવેલા છે તેમાં જે વર્ષોથી ધૂળ ખાય છે તે આપવા રજૂઆત કરવામાં આવી હતી અને ચોમાસાની સિઝનમાં આ વિસ્તાર ખાલી ન કરાવવા બાબતે પણ લેખિત રજૂઆતનો આપના તરફથી હજુ સુધી કોઈ પ્રત્યુતર મળ્યો નથી. જે પગલે હાલ આ લલુડી વોકળી વિસ્તારમાં રહેતા કોઈપણ પરિવારને ચોમાસા સુધી કનડગત ન કરવા અને મકાન ખાલી કરવા માટે જે દણ કરવામાં આવી રહ્યુ છે તે ન કરવામાં આવે તેવી અમારી અપીલ છે. આ મામલે કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો સ્થાનિક રહેવાસીઓના સમર્થનમાં રાજકોટ મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા હતા. તેમણે મનપા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચોમાસામાં ડિમોલિશન બંધ કરવા અને બેઘર થનારા લોકોને વૈકલ્પિક આવાસ આપવાની માંગ કરી હતી. જોકે, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા દ્વારા વિરોધ કરી રહેલા લોકોને ખાતરી આપવામાં આવી હતી કે, ચોમાસા દરમિયાન કોઈપણ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે નહીં.