વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને જબરદસ્ત મોટો ફટકો
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને દિગ્ગજ નેતા જયરાજ સિંહ પરમારે આજે એક ટ્વીટ એવું કર્યું કે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. અત્રે જણાવવાનું કે અગાઉ જયરાજ સિંહ પરમાર કોંગ્રેસ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યારે તેમના આ સૂચક ટ્વીટથી અનેક વાતો વહેતી થઈ છે. એવી પણ માહિતી મળી છે કે તેઓ આવતી કાલે કાર્યકરો જોગ પત્ર લખશે અને ત્યારબાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે.
જયરાજસિંહનું ટ્વીટ
કોંગ્રેસના નેતા જયરાજ સિંહ પરમારે આજે ટ્વીટ કરીને કહ્યું છે કે આજે મહેસાણા રાજપદથી માતા બહુચરના આશીર્વાદથી… શરૂઆત બહુચરાજીથી… કોને ફિકર છે કે ‘કબીલા’નું શું થશે? બધા એ જ વાત પર લડે છે કે ‘સરદાર’ કોણ હશે’.


