જીત પર જશ્ન, હાર પર સવાલ કેમ?; જો તમને EVM પર વિશ્ર્વાસ ન હોય તો ચૂંટણી ન લડો: JKના CM
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
- Advertisement -
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનો નિર્ણય પીએમ મોદી અને ગૃહમંત્રી શાહે લેવાનો છે.જમ્મુ-કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે કોંગ્રેસ EVM પર રોવાનું બંધ કરે. જ્યારે તમે ચૂંટણી જીતો છો ત્યારે ઉજવણી કરો છો, જ્યારે તમે હારો છો ત્યારે EVM પર સવાલો ઉઠાવો છો. આ યોગ્ય નથી. ચૂંટણી લડતા પહેલા પક્ષોએ નક્કી કરવું જોઈએ કે તેમને EVMમાં વિશ્વાસ છે કે નહીં.ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં અબ્દુલ્લાએ કહ્યું, ’જ્યારે તમે ઊટખ દ્વારા 100થી વધુ સાંસદોને ચૂંટો છો, ત્યારે તમે તેને તમારી પાર્ટીની જીત ગણાવો છો. બીજી ચૂંટણીમાં પરિણામ સાનુકૂળ ન આવે તો તેને ખોટું જાહેર કરવામાં આવે છે. આ યોગ્ય નથી. જો કોઈપણ પાર્ટીને ઊટખમાં વિશ્વાસ ન હોય તો તેણે ચૂંટણી ન લડવી જોઈએ.જમ્મુ-કાશ્મીરમાં I.N.D.I.A ગઠબંધનની સરકાર છે. 90 સભ્યોની વિધાનસભામાં બહુમતીનો આંકડો 46 છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાયેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સને 42 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 6 બેઠકો મળી હતી. એટલે કે કોંગ્રેસના સહયોગથી જમ્મુ-કાશ્મીરમાં સરકાર બની છે. ઈન્ટરવ્યુમાં ઓમરે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું વચન નિભાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર રાજ્યનો દરજ્જો વહેલી તકે ફરીથી મળવો જોઈએ.