1975 બાદ પ્રથમ વખત સોમનાથ સીટ પર રિપિટ થયા
ખાસ-ખબર સંવાદદાતા
વિમલભાઈ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે 1300 મતની લીડ મારા માટે 1 લાખ 30 હજાર જેટલી લીડ છે જે મારા યોદ્ધાઓ થકી મળી છે. ગીર સોમનાથ જિલ્લાની ચારેય બેઠકો પર ભાજપ સારી લીડથી આગળ ચાલી રહ્યું હતું. સોમનાથ સીટની ગણતરી શરૂ થતાં પ્રથમ 3 રાઉન્ડમાં ભાજપના માનસિંહ પરમાર આગળ ચાલી રહ્યા હતા.
ત્યાર બાદ ચોથા અને પાંચમા રાઉન્ડમાં કોંગ્રેસના વિમલ ચુડાસમાની લીડ નીકળી હતી. ત્યાર બાદ ફરી છઠ્ઠા રાઈન્ડથી ભારે રસાકસી બાદ વીસમા રાઉન્ડમાં 1301 મતે કોંગ્રેસના વિમલ ચુડાસમા એ વિજય મેળવી હતી.
- Advertisement -
નોંધનીય છે કે, 90 સોમનાથ વિસ્તારમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આવેલું છે. જેના ચેરમેન પણ ખુદ વડાપ્રધાન છે ત્યારે આ સીટ મેળવવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ જૂથવાદ, સ્થાનિક સંગઠન અને પાલિકાનાં અસંતોષને કારણે ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે. ઉપરાંત અપક્ષમાં ઉભેલા પાલિકાનાં નગરસેવક ડો.સોનેરીએ 7368 મત અને ઉદયભાઈએ મેળવેલા 1185 મત ભાજપને ખૂબ જ નડી ગયા.મુખ્ય કારણ જોઈએ તો વિમલ ચુડાસમાને જ્ઞાતિ સમીકરણો જેમાં મુસ્લિમ, કોળી સમાજના મતો મળતા અને અપક્ષ ઉમેદવારોએ 9000 જેટલા મત ભાજપના તોડતા વિમલભાઈ 1301 મત થી જીત્યા છે.નોટામાં પણ 1518 મત પડ્યા હતા જે પણ હાર જીતમાં મહતવનો ભાગ ભજવ્યો હતો.