રાજકોટ પશ્ર્ચિમ બેઠકનાં ઉમેદવાર મનસુખભાઇ કાલરિયા ખરા અર્થમાં ‘જનસેવક’
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના પશ્ચિમ વિસ્તારના લોક પ્રશ્નો હલ કરનાર સેવક તરીકે કાર્ય કરનાર મનસુખભાઇ કાલરિયાએ પોતાની કામગીરી વિશે જણાવતા કહ્યું કે, હું ઘણા સમયથી વોર્ડ નં. 10ના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા તરીકે વર્ષોથી સેવા આપી રહ્યો છું. મારી પરિણામલક્ષી કામગીરીથી દરેક લોકો પરિચિત છે. હું 24 કલાક સતત લોકો સાથે રૂબરૂ સંપર્ક ધરાવીને તેમના પ્રશ્નો માટે અવાજ ઉઠાવીને લડત ચલાવું છું. હું આ વિસ્તારના દરેક શેરી -ગલીના પ્રશ્નોથી વાકેફ અને લોકોની વચ્ચે રહીને તેના માટે કાર્ય કરનાર એક જન સેવક રહ્યો છું. વર્ષોથી આ વિસ્તારની સતત શેરી- ગલીની મુલાકાત લઇને અવારનવાર વૃદ્ધો, મહિલાઓ, દિવ્યાંગોની સમસ્યાઓના ઉકેલ લાવ્યા છે જેથી લોકોને મારા પર પરિણામલક્ષી કામગીરીનો ભરોસો છે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, રાજકોટની પશ્ચિમ વિસ્તારની હાઇપ્રોફાઇલ બેઠક-69ના ભાજપના ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહ એક હાઇપ્રોફાઇલ વ્યક્તિ છે. તેઓ શેરી-ગલીના માણસ નથી. તેઓ 24 કલાક લોકોના પ્રશ્નો સાંભળવા કે ઉકેલવા હાજર રહી શકે તેમ નથી. આમ, પણ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે.
- Advertisement -
પશ્ર્ચિમ બેઠકમાં કુલ 3.14 લાખ મતદારો: પાટીદાર-લોહાણા સમાજના દોઢેક લાખ મતો મનસુખ કાલરીયાને મળી શકે છે
રાજકોટ પશ્ચિમ બેઠકમાં કુલ 3.14 લાખ મતદારો છે. આ બેઠકમાં સૌથી વધુ એટલે કે 72 હજાર મતદારો પાટીદાર છે. જેમાંથી 38 હજાર મતદારો કડવા પાટીદાર છે. પાટીદારો ઉપરાંત 44 હજાર બ્રાહ્મણ મતદારો, 30 હજાર વણિક સમાજના મતદારો અને 24 હજાર લોહાણા મતદારો હોવાનું આંકડા કહી રહ્યા છે. એકંદરે રાજકોટ પશ્ચિમમાં 3.14 લાખ મતદારોમાંથી 1.70 લાખ સવર્ણ મતદારો છે. મતદારોની સંખ્યા અને જ્ઞાતિના સમીકરણોને આધારે ભાજપ દ્વારા પાટીદાર કે લોહાણા સમાજમાંથી ઉમેદવાર પસંદ ન કરાતા હાલ આ બેઠક પર ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે. આ બેઠક પર આજ સુધી ભાજપને મત આપતા પાટીદાર અને લોહાણા સમાજ આ વખતે કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરીયાને મત આપી શકે છે.
રાજકોટની જનતા ભાજપનાં ભ્રષ્ટાચારથી ત્રાહિમામ પોકારી ઉઠી છે: મનસુખ કાલરિયા
- Advertisement -
ગુજરાતની જનતા ભ્રષ્ટાચાર, બેરોજગારી, અસહ્ય મોંઘવારી, બેકારી, વિદ્યાર્થીના પ્રશ્નોથી ત્રાહીમામ પોકારી ગઇ છે. ફક્ત વિકાસના નામ પર બ્રીજ, રોડ- રસ્તા, પાણીના ટાંકા, પાઇપલાઇન, ગટરના નબળા કામોને કારણે લોકોને પરેશાની વેઠવી પડે છે. વિકાસના કામો માટે ટેન્ડરના નામ પર પૈસા ખાઇને સરકારે તીજોરી ખાલી કરી દીધી, લોકો પર વધુ ટેક્સનો બોજ વધારવામાં આવ્યો છે. તેમજ સરકારના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવે લોકો હેરાન થઇ ગયા છે.
રાજકોટની પશ્ચિમની બેઠક- 69 ના કોંગ્રેસના ઉમેદવાર મનસુખભાઈ વિશે જણાવીએ તો, તેઓએ બી.એસસી. (મેથ્સ)નો અભ્યાસ પૂર્ણ કરી જીપીએસસી ક્લાસ-2ની પરીક્ષા પાસ કરેલ છે. તેઓ રમતગમત, વાંચનલેખન, વકતૃત્વ, કલા, સાહિત્ય ક્ષેત્રે ઉંડો રસ ધરાવે છે.
તેઓએ ગ્રામ્ય વિસ્તારમાં સાર્વજનિક મહાજન મંડળ, તાલુકા સંકટ નિવારણ ટ્રસ્ટ, પટેલ સમાજ, કૃષિ સહકારી મંડળી, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પ્રૌઢ શિક્ષણ સમિતિ, ગુજરાત રાજ્ય શૈક્ષણિક અને સાંસ્કૃતિક તથા રમત-ગમત યુવા બોર્ડ વગેરેમાં સભ્ય, ટ્રસ્ટી, ચેરમેન, ઉપપ્રમુખ, પ્રમુખ જેવા હોદ્દાઓ ઉપર સેવા આપેલ છે.
કોંગ્રેસ પક્ષે પણ મનસુખભાઈની મહેનત અને આવડત ધ્યાને લઈ જામનગર જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી, જિલ્લા મહામંત્રી, જિલ્લા પ્રમુખ, પ્રદેશ ડેલીગેટ, રાજકોટ જિલ્લા મહામંત્રી, શહેર મહામંત્રી તથા પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા તરીકે કચ્છ-સૌરાષ્ટ્રની જવાબદારી સોંપી છે.
રાજકોટ મહાનગરપાલિકાની ટર્મમાં વોર્ડ નં. 10ના કોર્પોરેટર તથા વિપક્ષ ઉપનેતા તરીકે મનસુખભાઈએ વિસ્તારમાં પાણી, સફાઈ, ટીપરવેન, ડ્રેનેજ, લાઈટ, રોડ-રસ્તા, આરોગ્ય વગેરેના પ્રશ્નોનો ઉકેલ તથા કોર્પોરેટર તરીકેની ગ્રાન્ટમાંથી બાંકડા, ટ્રીગાર્ડ, વૃક્ષારોપણ, પેવિંગ બ્લોક, સ્ટ્રીટલાઈટ, મેટલ રોડ જેવા લોકઉપયોગી વિકાસ કામો કરેલ છે. ઉપરાંત કોર્પોરેટર તરીકેના સત્તાધિકારમાં આવતા આવકના દાખલા, ઓળખ-રહેણાંકના દાખલા, મરણના દાખલા, આધારકાર્ડ, અમૃતમ કાર્ડ, પાન કાર્ડ, રાશનકાર્ડ માટે જરૂરી આધારોમાં સહી-સિક્કા કરવા સહિતની સેવાઓ દિવસ-રાત વણઉકલ્યા પ્રશ્નો, વિલંબીત યોજનાઓ, અધૂરા વિકાસ કામો, નાગરિકોને થતાં અન્યાય સામે ઉપવાસ આંદોલન, ઉગ્ર દેખાવો, મનપાની સભામાં મુદ્દાસર રજૂઆતો કરીને ધરપકડો વહોરી પોલીસ સ્ટેશનમાં રાતો વિતાવી છે. તેઓ હેલ્મેટ અને ટ્રાફિક મેમોના અન્યાય કરતાં નિયમો વિરૂદ્ધ સતત ઝુંબેશ ચલાવે છે.
મનસુખભાઈ તથા નીતબેન રાજકીય ઉપરાંત દર વર્ષે વડીલવંદના, બેટી સન્માન, મહિલા સંમેલન, જનતા ધ્વજવંદન અને સામાજિક અને રાષ્ટ્રીયતાને ઉજાગર કરતાં બિનરાજકીય કાર્યક્રમો સતત કરતાં રહે છે જેના કારણે વિસ્તારમાં સારી એવી ઓળખ અને લોકચાહના ધરાવે છે.
મનસુખ કાલરિયાનો સમગ્ર પરિવાર રાષ્ટ્રસેવામાં સમર્પિત
સંપૂર્ણ રાષ્ટ્રવાદને વરેલા અને જનસેવક એવા મનસુખભાઈ તથા તેમના પત્નિ નીતાબેનના એક માત્ર સંતાન ડો. પાર્થિકએ ખઇઇજ કરીને ડોક્ટરની ડિગ્રી મેળવી છે. તેમણે ડોક્ટરની ડિગ્રી મેળવ્યા પછી પ્રાઇવેટ દવાખાનું ખોલીને પૈસા કમાવાની જગ્યાએ પિતાના રાષ્ટ્ર સેવાના પંથે ચાલીને દેશસેવાને પ્રાથમિકતા આપતા ભારતીય સેનામાં જોડાઈને સૌથી નાની વયના કેપ્ટન બન્યા છે. તેમણે સેનામાં સરહદી વિસ્તાર લેહ-લદાખ, પુલવામા, ઉરી, સોનમર્ગ, ગુલમર્ગ, સીઆચીન જેવા અતિજોખમી અને સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં ફરજ બજાવેલ છે. હાલ તેઓ સેનામાં યુવાવયના મેજર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.