આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પર થતા હુમલા રોકવા માટે કલેક્ટરને આવેદન
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ કોંગ્રેસે આજે કલેક્ટર કચેરી ખાતે ભાજપ સરકાર વિરુદ્ધ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસી નેતા ગાયત્રીબા વાઘેલા સહિતના આગેવાનોએ અગ્નિપથ યોજના વાપસ લો તથા મહિલાઓ પર અત્યાચાર ભાજપની આ છે સરકાર, મોંઘવારી સહિતના બેનરો દ્વારા કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. જો કે, વિરોધ કરતા નારા લગાવતા કોંગી આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પર થયેલા હુમલા મુદ્દે આવેદન પાઠવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકોના પ્રશ્નો અને પડતર મુદ્દાઓ ભાજપના હોદ્દેદારો સમક્ષ મુકીએ તો અમારી સાથે અમાનુષી વ્યવહાર પણ કરે છે.