રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે તેઓ હવે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાના નથી.
આખરે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ન લડવાનું એલાન કરીને રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો છે. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ ગેહલોતે ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. છેલ્લી ઘડીએ અધ્યક્ષની ચૂંટણી ન લડવાના ગેહલોતોના નિર્ણયને કારણે રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચા જાગી છે.
- Advertisement -
સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ નિર્ણય જાહેર કર્યો
હકીકતમાં અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મુલાકાત બાદ આવો નિર્ણય જાહેર કર્યો હતો અત્યાર સુધી તો તેઓ ચૂંટણી લડી રહ્યાં છે તેવું પણ કહેવામાં આવતું હતું. ખુદ ગેહલોતે કહી ચૂક્યા છે કે તેઓ ચૂંટણી લડવાના છે પરંતુ હવે અચાનક તેમણે સામે આવીને ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી છે.
I met Rahul Gandhi in Kochi & requested him to fight in the polls (for Congress President). When he didn't accept, I said I'll contest but now with that incident (#RajasthanPoliticalCrisis), I've decided not to contest the elections: Rajasthan CM Ashok Gehlot, in Delhi pic.twitter.com/2VnqTcQUAu
- Advertisement -
— ANI (@ANI) September 29, 2022
જે બન્યું તેનાથી આત્મા કકળી ઉઠ્યો, એટલે નહીં લડું ચૂંટણી
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ તેમણે કહ્યું કે જે રીતે 50 વર્ષમાં હું ઈન્દિરા ગાંધીના સમયથી કોંગ્રેસ પાર્ટીનો અધ્યક્ષ હતો, મારી પર હંમેશા વિશ્વાસ રાખીને જવાબદારી સોંપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ નક્કી કરીને મને જવાબદારી સોંપી હતી પરંતુ પછીથી જે બન્યું તે જાણીને મારો આત્મા કકળી ઉઠ્યો હતો અને આખા દેશમાં ખોટો મેસેજ ગયો કે હું મુખ્યમંત્રી તરીકે પણ ચાલુ રહેવા માગું છે. આ માટે મેં સોનિયા ગાંધીની માફી માંગી છે. હું કોંગ્રેસનો વફાદાર છું.
રાજસ્થાનના મુખ્યમંત્રીનો નિર્ણય સોનિયા ગાંધી કરશે
અશોક ગેહલોતે એવું પણ કહ્યું કે રાજસ્થાનના સીએમ તરીકે મને ચાલુ રાખવા કે નહીં તેનો નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે. રાજસ્થાન સંકટ જવાબદાર હોવાનો નિષ્ણાંતોનો મત
ઉલ્લેખનીય છે કે અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની પૂરી તૈયારી કરી લીધી હતી પરંતુ અચાનક મુખ્યમંત્રી પદે સચિન પાયલટનું નામ સામે આવતા ગેહલોત કેમ્પના 92 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા.