ડ પર લખ્યું-ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન, કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નહોતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
- Advertisement -
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપ આ નિવેદનને અસ્મિતા અને ગુજરાતીઓના અપમાન સાથે જોડીને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. જો કે આ વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ એક્સ પર પોસ્ટ કરી દિલગીરી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું- કે ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન છે, કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નહોતો.
મલ્લિકાર્જુન ખડગેએ 5 એપ્રિલે રવિવારે ઈડુક્કીમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ભાષણ દરમિયાન એક કથિત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતના લોકોને “અભણ” ગણાવ્યા હતા અને તેમના મતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને “મૂર્ખ” બનાવી રહ્યા છે. ખડગેએ કહ્યું હતું કે મોદી કે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી, કારણ કે તેઓ “ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત” છે.
ખડગેએ ગુજરાતીઓ વિશે કહ્યું હતું, “કેરળના લોકોને ગેરમાર્ગે ન દોરો. તેઓ ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત છે. મોદીજી, વિજયન – તમે બંને ગુજરાત અથવા અન્ય સ્થળોએ અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી.”
ભાજપ પ્રમુખે કોંગ્રેસની મનશા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, મને એ સમજાતું નથી કે કોંગ્રેસને હંમેશા ગુજરાતીઓ સામે વાંધો શું છે? શા માટે તેઓ વારંવાર ગુજરાતને ટાર્ગેટ કરે છે?. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ’સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે પણ કોંગ્રેસે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. આજે એ જ પ્રતિમા તાજમહેલ કરતા પણ વધુ પ્રવાસીઓને આકર્ષી રહી છે અને વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધારી રહી છે. કોંગ્રેસ હંમેશા ગુજરાતના વિકાસમાં રોડા નાખવાનું કામ કર્યું છે.
ગુજરાતના આર્થિક યોગદાન વિશે વાત કરતા પરેશ પટેલે જણાવ્યું કે, ભારતની અર્થવ્યવસ્થામાં ગુજરાતનો 8 ટકા જેટલો જીડીપી ફાળો છે. પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત અગ્રેસર છે. જે રાજ્ય દેશને આર્થિક રીતે મજબૂત કરી રહ્યું હોય, તેના વિશે આવા નિવેદનો આપવા તે કોંગ્રેસની હતાશા દર્શાવે છે. ગુજરાતીઓ મહેનતુ છે અને પોતાની બુદ્ધિથી શૂન્યમાંથી સર્જન કરનારા છે, તેમને અભણ કહેવા તે વાસ્તવિકતાથી મોં ફેરવવા જેવું છે.
જ્યારે નિવેદન આપ્યું ત્યારે માફી કેમ ન માંગી?: ભાજપ
આ અંગે ગુજરાત ભાજપ પ્રવક્તા ડો.અનિલ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આપેલા નિવેદનને લઈ ભાજપના આક્રોશ બાદ તેમણે માફી માગી છે. તેઓ સિનિયર નેતા છે અને રાહુલ ગાંધીના દબાણથી આ નિવેદન આપ્યું હોય શકે છે. વડીલ છે પણ જ્યારે નિવેદન આપ્યું ત્યારે માફી કેમ ન માંગી? બે દિવસ પહેલા આસામમાં ભાજપ અને છજજને ઝેરીલા નાગ કહ્યા હતા. એવું પણ નિવેદન હતું કે નમાઝ પઢતા પહેલા ઝેરીલા સાપને નાબૂદ કરવા જોઈએ તો એ નિવેદન હતું તે બાબતે શું કહેવું તે પ્રશ્ન છે.



