જૂનાગઢમાં મોંઘવારી સહિતનાં મુદે કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. સરકારનાં નિર્ણયો પ્રજા અને યુવાનો વિરોધી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.
કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતીને સામે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેશનાં અમિત પટેલ,ધારાસભ્ય ભીખાભાઇ જોષી સહિતનાં કોંગી કાર્યકર્તાઓ કલેકટર કચેરીએ એકત્ર થયા હતાં. ધરણા કરી વિરોધ કર્યો હતો. કોંગ્રેસએ આક્ષેપ કર્યો હતો કે, પ્રજા વીજળી, મોંઘવારી, બેરોજગારી, સહિતનાં અનેક સમસ્યાઓથી ધેરાયેલી છે. સરકારનાં દરેક નિર્ણય લોકો અને યુવાનોનાં વિરોધમાં
હોય છે.