જિલ્લામાં ખેડૂતોના પડતર પ્રશ્ર્નો અને કોલસાના ખનનમાં શ્રમિકોના મોતનો મુદ્દો ઉઠાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
મોરબી જિલ્લામાંથી નીકળેલી કોંગ્રેસની ન્યાય યાત્રાને ક્યાંક શરૂ તો ક્યાંક સામાન્ય પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ગઈ કાલે મોરબીથી નીકળેલી ન્યાય યાત્રા અન્ય જિલ્લાઓમાંથી ફરીને સુરેન્દ્રનગર ખાતે પહોંચી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરતા જ કોંગ્રેસની ન્યાય યાત્રાને ચોટીલા ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ટીશર્ટ અંગેના વિવાદથી પોલીસ સ્ટેશન ખાતે થયેલી ફરિયાદનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ બાદ પણ કોંગ્રેસ યાત્રા યથાવત રાખવામાં આવી હતી
- Advertisement -
જેમાં પ્રથમ તો કોંગ્રેસ યાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લાનો મુખ્ય મુદ્દો અહી ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન પ્રક્રિયામાં શ્રમિકોના મોત અને ખેડૂતોને પધરાવવામાં આવતા બોગસ બિયારણ તથા ખાતરનો હતો પરંતુ પોલીસ સ્ટેશને થયેલ ફરિયાદ બાદ હવે મુદ્દો પ્રશાસન અને ખાસ કરીને પોલીસ દ્વારા રાજકીય ઇશારે થતાં ખોટા કેશો પર આવી ગયો હતો. કોંગી નેતાઓ પર થયેલ ફરિયાદ બાદ કિશન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલિયા અને ચોટીલાના પૂર્વ પૂર્વ ધારાસભ્ય ઋતવિકભાઈ મકવાણા દ્વારા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે ચોટીલા ખાતેથી ન્યાય યાત્રા મૂળી ખાતે પ્રવેશ કરતા ખેડૂતો અને સ્થાનિકોને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો ન્યાય યાત્રામાં પધારેલા કોંગ્રેસના નેતાઓ દ્વારા અહી સ્થાનિક ખેડૂતોના મુદ્દાઓને સંભાળ્યા હતા અને આગામી સમયમાં આ તકાનપ્રશીને ગાંધીનગર બેઠેલી સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.