વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ફાઇનલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી યોજાવાની છે. જેને અનુલક્ષીને પેહલા આપ દ્વારા ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે.અને જૂનાગઢ ખાતે કોંગ્રેસ આગેવાનોની એક બેઠક મળી હતી અને જેમાં પ્રદેશ કોંગ્રેસ વેહલી તકે ઉમેદવાર જાહેર કરે તેવો ઠરાવ કર્યો હતો આમ હવે પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નિશ્ચિત છે. આ બેઠકમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષી હીરાભાઇ જોટવા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુની અધ્યક્ષતામા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોષી, બાબુભાઈ વાજા, હમીરભાઈ ધુળા, પરબતભાઈ ચાવડા જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા ભરત વિરડીયા અને જૂનાગઢ જિલાના દરેક તાલુકા શહેર કોંગ્રેસના પ્રમુખો કરસનભાઈ, ભાવેશભાઈ, એડવોકેટ ધીરુભાઈ કુંભાણી, મહેશભાઈ વઘાસિયા, મનોજભાઈ રાવલીયા, ગિરીશભાઈ અરદેસણા, અદનાનભાઈ ડામોર, વિરમભાઇ ખોડભાયા, વિજયભાઈ ઝાટકિયા, પ્રકાશભાઈ લાલવાણી, માલદેવભાઈ પીઠિયા, જૂનાગઢ જિલ્લાના પ્રદેશ ડેલિગેટો, ફ્રન્ટલ શેલ ડિપારમેન્ટના હોદેદારો, વિસાવદર વિધાનસભા કોંગ્રેસના વિસાવદર, ભેસાણ, બીલખા, વડાલ વિસ્તારના નિર્ણાયક પ્રમુખ આગેવાનો, હોદેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ મિટિંગમાં વિસાવદર વિધાનસભાના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો એ એક ઠરાવ કરી પ્રદેશ કક્ષાને જણાવેલ કે કોઈ પણ ઉમેદવાર આવશે તેમા કોઈ વાદવિવાદ નથી આ વિસાવદર વિધાનસભા લડીશું અને જીતીશું અને વ્હેલી તકે ઉમેદવાર જાહેર કરવા પ્રદેશ કોંગ્રેસને વિનંતી કરતો ઠરાવ કરી મોકલવામાં આવેલ છે.