કૉંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ પીડિત પરિવારની મુલાકાત લીધી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે પાચ વર્ષીય માસૂમ બાળકી પર ગામના જ નરાધમ શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાના કિસ્સાથી ચકચાર મચી ગયો હતો જેને લઇ પીડિત બાળકીના પરિવારે દુષ્કર્મ આચરનાર શખ્સ વિરુદ્ધ ગુન્હો પણ નોંધાવ્યો હતો જોકે સ્થાનિક પોલીસે સંવેદનશીલતા દાખવી ગણતરીની કલાકોમાં નરાધમને ઝડપી પાડયો હતો ત્યારે ગત ત્રણેક દીવસ અગાઉ પીડિત બાળકીને ન્યાય માટે ઠાકોર સમાજ દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદન પત્ર આપી દુષ્કર્મ આચરનાર શખ્સને ફાંસીની કડક સજા આપવા માંગ કરી હતી
- Advertisement -
તેવામાં ગઈ કાલે સોમવારે કોંગ્રેસ નેતાઓ દ્વારા પણ બાળકીના પરિવાર સાથે તેઓના ઘરે જઈ મુલાકાત કરી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખ અમિત ચાવડા દ્વારા બાળકીના પરિવારને આશ્વાસન આપી નરાધમ શખ્સને ફાંસીની સજા થાય તે માટેની માંગણી સાથે હોવાનું જણાવી આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાનું જણાવ્યું હતું અમિત ચાવડા દ્વારા આ પ્રકારના કિસ્સાઓને નિંદનીય ગણાવી વર્તમાન સરકાર સામે આકરા પ્રહારો કરી પરિવારને કોઈપણ સમયે જરૂર પડ્યે ગુજરાતભરના કોંગી આગેવાનો અને કાર્યકરો તેઓની સાથે હોવાનું જમાવ્યું હતું.