-લોકસભા સચિવાલયે વાયનાડના સાંસદ રાહુલનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ આજે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા અને દોષિત ઠરાવીને રદ કરી દીધી છે. આ સાથે તેમની સંસદ પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો. રાહુલે 2019ની લોકસભા ચૂંટણીમાં કેરળના વાયનાડથી ચૂંટણી જીતી હતી. મોદી સરનેમ માનહાનિ કેસમાં 23 માર્ચે રાહુલને નીચલી અદાલતે બે વર્ષની સજા ફટકારી હતી. SCએ 134 દિવસ બાદ આ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી હતી.
- Advertisement -
શું હતો સમગ્ર મામલો ?
રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમની ફરિયાદમાં બીજેપી ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલે 2019માં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કથિત રીતે કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે?
Lok Sabha Secretariat restores membership of Wayanad MP Rahul Gandhi after the Supreme Court on Friday (August 4) stayed his conviction in the ‘Modi’ surname remark case.
He was disqualified from the lower house in March 2023. pic.twitter.com/UBE3FvCGEN
- Advertisement -
— ANI (@ANI) August 7, 2023
રાહુલનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું
કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ લોકસભા સચિવાલય દ્વારા તેમની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી હતી. વાસ્તવમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં જોગવાઈ છે કે જો કોઈ સાંસદ અને ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવે છે. એટલું જ નહીં સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય બની જાય છે.
કોંગ્રેસે લોકસભા સાંસદોની બેઠક બોલાવી
એક અહેવાલ અનુસાર કોંગ્રેસે સોમવારે સવારે 10.30 વાગ્યે પાર્ટીના સંસદીય કાર્યાલયમાં તેના લોકસભા સાંસદોની બેઠક બોલાવી છે. કોંગ્રેસના લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરીએ શનિવારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશની નકલ ઔપચારિક રીતે લોકસભા સચિવાલયને સોંપવામાં આવી છે.
આ પહેલા એવી વાત હતી કે, જો લોકસભા સચિવાલય કાયદા મંત્રાલયનો અભિપ્રાય લેવાનું નક્કી કરે છે તો રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા લાંબી પ્રક્રિયામાં ફેરવાઈ શકે છે. જોકે આ તમામ અટકળો પર હવે વિરામ લાગી ગયો છે. કારણ કે લોકસભા સચિવાલયે વાયનાડના સાંસદ રાહુલનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું છે.
નોંધનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સાંસદ મોહમ્મદ ફૈઝલના કિસ્સામાં બન્યું હતું. લક્ષદ્વીપના સાંસદને જાન્યુઆરીમાં કેરળ હાઈકોર્ટમાંથી તેમની સજા પર રોક લગાવવાનો આદેશ મળ્યો હતો. જ્યારે લોકસભામાં પરત ફરતા પહેલા તેમને લગભગ બે મહિના રાહ જોવી પડી હતી.