કોંગ્રેસના નેતા અને પૂર્વ સંરક્ષણ મંત્રી અનિલ એન્ટોનીએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. 2002ના ગુજરાત રમખાણો અને પીએમ મોદી પર બીબીસીએ બનાવેલી ડોક્યુમેન્ટ્રીનો અનિલ એન્ટોનીએ વિરોધ કર્યો છે.
અનિલ એન્ટોનીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, કોંગ્રેસના તમામ પદો પર મે રાજીનામું આપી દીધું છે. જેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ઉભા છે તેવા લોકો પર એક ટવીટને પરત કરવા દબાણ કરી રહ્યા હતા. આને જ દંભ કહેવાતો હશે. અનિલ એન્ટોનીએ ટવીટ સાથે એક પત્ર લખ્યો છે.
- Advertisement -
BBC ડોક્યુમેન્ટ્રીને પ્રાથમિકતા અપાતાં નારાજ થયા
અનિલ એન્ટોનીએ બ્રિટિશ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે બીબીસીના મંતવ્યોને પ્રાથમિકતા આપવાથી દેશના સાર્વભૌમત્વને નુકશાન થશે. દેશના હિતો વિરોધી આ આ નકારાત્મકતા અને વિનાશકતાનીમાં હું સામેલ નહીં થાવ. હું માનું છે કે આ ઈતિહાસની કચરાપેટીમાં પહોચશે. હું મારા વ્યવસાયિક કાર્યને ચાલુ રાખીશ. તમને બધાને શુભકામનાઓ.
અનિલ એન્ટોનીએ કહ્યું, હું આ નકારાત્મકતાને સહન કર્યા વિના અને આ વિનાશક વાર્તામાં સામેલ થયા વિના મારા અન્ય વ્યાવસાયિક કાર્યને ચાલુ રાખીશ જે ભારતના મુખ્ય હિતોની વિરુદ્ધ છે. ઇતિહાસના કચરાપેટીમાં સમાપ્ત થઈશ. તમારા બધાને શુભકામનાઓ.
એ. કે. એન્ટોનીના પુત્ર છે અનિલ
અનિલ એન્ટોનીનું રાજીનામું ત્યારે આવ્યું છે જ્યારે કૉંગ્રસના કેરળના જ એક નેતાએ તમામ જિલ્લાઓમાં ગુજરાત રમખાણો પરની બીબીસીની ડોક્યુમેન્ટ્રી દર્શાવવા માટે એલાન કર્યું છે. અનિલ એન્ટોની કેરળ કૉંગ્રેસનું સોશિયલ મીડિયાનું કામકાજ સંભાળતા હતા સાથે જ રાષ્ટ્રીય કૉંગ્રેસના સોશિયલ મીડિયા સેલમાં પણ કાર્યરત હતા.અનિલ એન્ટોની પૂર્વ સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટોનીના પુત્ર છે. બીબીસીની ડોક્યુમેન્ટ્રીને લઈ ભારતથી બ્રિટન સુધી વિવાદ સર્જાયા છે. બ્રિટનની સંસદમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ છે.