જો તે સત્તામાં આવશે તો દેશભરમાં લઘુત્તમ દૈનિક મજૂરી વધારીને 400 રૂપિયા કરી દેશે
કેન્દ્ર સરકારના છેલ્લા 10 વર્ષ શ્રમિકો માટે ‘અન્યાય કાળ’ વાળા રહ્યા: કોંગ્રેસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના છેલ્લા 10 વર્ષ શ્રમિકો માટે ’અન્યાય કાળ’ વાળા રહ્યા છે. મુખ્ય વિપક્ષી પાર્ટીએ એમ પણ કહ્યું કે, જો તે સત્તામાં આવશે તો ’શ્રમિક ન્યાય’ના માધ્યમથી કામદારો માટે અન્યાય કાળનો અંધકાર દૂર કરશે. કોંગ્રેસે વાયદો કર્યો કે, જો તે સત્તામાં આવશે તો દેશભરમાં લઘુત્તમ દૈનિક મજૂરી વધારીને 400 રૂપિયા કરી દેશે. વિપક્ષી પાર્ટીએ કહ્યું કે, આ મજૂરી મનરેગા માટે પણ લાગુ થશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ’ડ’ પર એક પોસ્ટમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ’શ્રમિક ન્યાય’ શા માટે લાવી છે? મોદી સરકારના કાર્યકાળમાં 2014-15 અને 2021-22 ની વચ્ચે વાસ્તવિક મજૂરીનો વૃદ્ધિ દર પ્રતિ વર્ષે 1% કરતા પણ ઓછો હતો. તે ખેત મજૂરો માટે માત્ર 0.9%, બાંધકામ કામદારો માટે માત્ર 0.2% અને બિન-કૃષિ શ્રમિકો માટે માત્ર 0.3% રહ્યો હતો.
- Advertisement -
તેમણે દાવો કર્યો કે, સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન ના બીજા કાર્યકાળ દરમિયાન વાસ્તવિક કૃષિ અને બિન-કૃષિ ગ્રામીણ મજૂરી અનુક્રમે 8.6% અને 6.9% વાર્ષિક દરે વધી. તેનાથી વિપરીત મોદી સરકારના બીજા કાર્યકાળમાં વાસ્તવિક ગ્રામીણ મજૂરીનો વૃદ્ધિ દર કૃષિમાં (-0.6%) અને બિન-કૃષિ ગ્રામીણ મજૂરી (-1.4%) બંને માટે નકારાત્મક થઈ ગઈ છે.
સંદીપ દીક્ષિતે દાવો કર્યો કે, 2016-17થી 41% લોકો ખેતી પર નિર્ભર હતા. પીએલએફએસના આંકડા પ્રમાણે 2018-19 સુધી 3 કરોડથી વધુ લોકો કૃષિ ક્ષેત્રે ગયા હતા. ખડગેએ આરોપ લગાવ્યો કે, મનરેગામાં આધાર દ્વારા ચૂકવણી સબંધિત અનિવાર્યતા લાવીને મોદી સરકારે છેલ્લા બે વર્ષોમાં 7 કરોડ લોકો પરથી ’કામનો અધિકાર’ છીનવી લીધો છે. તેમણે કોંગ્રેસ પાર્ટીના ’શ્રમિક ન્યાય’ હેઠળ આપવામાં આવેલી પાંચ ગેરેંટીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ’હાથ બદલેગા હાલાત’. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ડ પર પોસ્ટ કરી- શ્રમિક ન્યાયની ગેરેંટી દેશના મહેનતુ લોકો માટે અન્યાય કાળનો અંધકાર દૂર કરશે. જયરામ રમેશે દાવો કર્યો કે, છેલ્લા 10 વર્ષના અન્યાય કાળ દરમિયાન ભારતમાં શ્રમિકો પર થતા છ મુખ્ય અન્યાય- વાસ્તવિક મજૂરીમાં ઘટાડો, શ્રમિક વિરોધી શ્રમ સંહિતા અને વધતી કોન્ટ્રાક્ટ પ્રથા, ’મોદી-મેડ ડી-ઈન્ડસ્ટ્રાઈલાઈઝેશન’, નિયમિત વેતન વાળી નોકરીઓમાં ઘટાડો, સ્વરોજગારમાં વધારો, મનરેગાની ધીમે-ધીમે નાબૂદી અને કોવિડ-19 દરમિયાન શ્રમિકો પ્રત્યે ઉદાસીન વલણ છે.
કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે મીડિયાને કહ્યું કે, શ્રમિક ન્યાય પાછળનો સંદર્ભ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોદી સરકારનો સૌથી ખરાબ પ્રભાવ એ ક્ષેત્રોમાં રહ્યો છે જ્યાં અમારા ખેતમજૂર, મજૂરો અને શ્રમિકો કામ કરતા રહ્યા છે.