જિજ્ઞેશ મેવાણીની આગેવાનીમા રાજકોટ કોંગ્રેસના ત્રણ દિવસના ઉપવાસ આંદોલન
રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો, સુરત તક્ષશિલા અને મોરબી પુલના પરિવારો પણ જોડાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
રાજકોટમાં 27 નિર્દોષોના જીવ લેનારા ટી.આર.પી ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે સરકારે રચેલી સીટની તપાસ પર કોંગ્રેસે આક્ષેપો કરીને સીટની આ તપાસ નર્યું ડિંડક હોવાનું જણાવી શુક્રવારથી એટલે કે તારીખ 7 થી ત્રણ દિવસ માત્ર પાણી પીને ત્રિકોણ બાગ ખાતે ઉપવાસ કરવાનું એલાને-જંગ કર્યું છે. 72 કલાકના આ ઉપવાસ આંદોલનમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને રાજકોટ શહેર-જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને સામાજિક આગેવાનો પીડિતોને ન્યાય અપાવવા માટે ઉપવાસ આંદોલન પર બેસશે.
કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણી એ જણાવ્યું હતું કે, સીટના મુખ્ય કર્ણધાર એવા સુભાષ ત્રિવેદી સરકારની કૃપાદૃષ્ટિ હેઠળ ફસાયેલા છે. સરકારના અહેસાન હેઠળ દબાયેલા સુભાષ ત્રિવેદીએ આ અગાઉ મોરબીના કેસમાં તેમજ બોટાદના લઠ્ઠાકાંડ કેસમાં પણ સીટના મુખ્ય અધિકારી તરીકે શંકાસ્પદ કામગીરી કરી હોવાનો આક્ષેપ કરી યું મેવાણીએ ઉમેર્યું કે પેટમાં પાપ ન હોય અને તેમણે નિષ્પક્ષ તપાસ કરાવવી જ હોય તો નવી સીટની રચના કરવી જોઈએ; જેમાં સુધા પાંડે, સુજાતા મજમુદાર અને નિર્લિપ્તરાય જેવા અધિકારીઓને તપાસ સોંપવી જોઈએ કોંગ્રેસ અગ્રણીઓએ જણાવ્યું હતું કે, સીટના મુખ્ય અધિકારી સુભાષ ત્રિવેદીને જામનગરમાં વિશાલ નામના કથિત આરોપીના કસ્ટોડિયલ ટોર્ચર મામલે ગુજરાત હાઇકોર્ટ કે સી.બી, આઈ ઇન્કવાયરી કરવાનો હુકમ કર્યો હતો. આમાંથી રાજ્ય સરકારે હાઈકોર્ટના હુકમની અવગણના કરીને સુભાષ ત્રિવેદીને બચાવ્યા હતા. આવા અહેસાન હેઠળ સુભાષ ત્રિવેદી તપાસ દરમિયાન પદાધિકારીઓની કરે એ વિરુદ્ધમાં જાય તેવો કોઈ તપાસ અહેવાલ રજૂ વાતમાં માલ નથી. મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે એક મોકડ્રિલ દરમિયાન સુભાષ ત્રિવેદીએ રિવોલ્વરથી પી.આઇ.ના પેટમાં સાચી ગોળી ધરબી દીધી હતી. આ કેસમાં પણ સરકારે તેઓને બચાવ્યા હતા. આ રીતે સરકારની તેમના પર મહેરબાની હોવાથી જ મોરબીના ઝુલતા પૂલ કાંડ કેસમાં પણ સુભાષ ત્રિવાદીએ સીટના મુખ્ય અધિકારી તરીકે આરોપી જયસુખ પટેલને છાવરવા માટે ઘણા કાંડ કર્યા હતા.
- Advertisement -
જેમાં ખાસ કરીને સીટના વડા તરીકે તેઓએ આરોપીના વકીલને એવી સલાહ આપી હતી કે ઝુલતા પુલકાંડ દુર્ઘટનાના 371 સાક્ષીઓના નિવેદન લેવામાં આવે. આવી સલાહથી જો 371 સાક્ષીઓના નિવેદન લેવામાં આવે તો આ કેસ ચાલતા વર્ષોના વહાણા વ્હાય જાય. આ દરમ્યાન કેટકેટલાય સાક્ષીઓ ને ફોડી શકાય, ઘણાના કુદરતી અવસાન થઈ જાય અને સમય જતાં કેસ ટલે ચડી જાય. આમ ઝુલતા પૂલકાંડ દુર્ઘટનામાં સીટના વડા તરીકે તેમની ભૂમિકા શંકાસ્પદ રહી હતી. આ ઉપરાંત બોટાદના લઠ્ઠાકાંડની તપાસમાં પણ સુભાષ ત્રિવેદી જ સીટના વડા હતા. જેમાં પણ તેમણે કરેલી તપાસ બાદ કોઈ જવાબદાર વ્યક્તિઓ સામે ખાસ કરીને પદાધિકારીઓના કોઈ નામ ખુલ્યા ન હતા. રાજકોટમાં 27 નિર્દોષોના જીવ લેનારા ટી.આર.પી ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે સરકારે રચેલી સીટની તપાસ પર કોંગ્રેસે આક્ષેપો કરીને સીટની આ તપાસ નર્યું ડિંડક હોવાનું જણાવી શુક્રવારથી એટલે કે તારીખ 7 થી ત્રણ દિવસ માત્ર પાણી પીને ત્રિકોણ બાગ ખાતે ઉપવાસ કરવાનું એલાને-જંગ કર્યું છે. 72 કલાકના આ ઉપવાસ આંદોલનમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ અને પાલ આંબલીયા પીડિતોને ન્યાય અપાવવા માટે ઉપવાસ આંદોલન પર બેસશે.



