એનડીએ સરકારે જીએસટી દરમાં ઘટાડો જાહેર કર્યા બાદ પીએમ મોદીએ જીએસટી દરોને લઈને પાછલી કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે
જીએસટી દર ઘટાડા બાદ પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું
- Advertisement -
પીએમ મોદીએ જીએસટીના ઊંચા દર માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી
પીએમ મોદીએ કહ્યું છે કે કોંગ્રેસે બાળકોની ટોફી પર પણ 21% ટેક્સ લગાવ્યો હતો
તમારા ઘરનો ખર્ચો ઘટશે: PM મોદી
- Advertisement -
તેમણે વધુમાં કહ્યું, કે ‘નવરાત્રિની શરુઆતથી જ કરોડો લોકોની જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થઈ જશે. આ વખતે ધનતેરસ પર રોનક વધારે હશે. 8 વર્ષ અગાઉ જ્યારે GST લાગુ થયું ત્યારે મોટું સપનું સાકાર થયું હતું, અનેક ટેક્સથી મુક્તિ મળી હતી. મીડિયા સાથી આ સુધારાને GST 2.0 કહી રહ્યા છે. આ સુધારા દેશના અર્થતંત્રને વધુ મજબૂતાઈ આપશે. ગરીબ, મિડલ ક્લાસ, ખેડૂત, યુવાન સૌને ફાયદો થશે. પનીરથી લઈને સાબુ-શેમ્પૂ સુધી બધુ સસ્તું થઈ જશે. તમારા ઘરનો ખર્ચો ઘટી જશે. તમને લાઇફસ્ટાઇલ સુધારવામાં મદદ મળશે. તમે 2014 સાથે સરખામણી કરી શકો છો કે તે સમયે કઈ વસ્તુ પર કેટલો ટેક્સ લેવામાં આવતો હતો.’
કોંગ્રેસ બાળકોની ચોકલેટ પર પણ 21 ટકા ટેક્સ લેતી: PM મોદી
PM મોદીએ એમ પણ કહ્યું કે 2014 પહેલાં તો દરેક સામાન પર ખૂબ ટેક્સ લાગતો. તે સમયે 100 રૂપિયાના સામાન પર 20થી 25 રૂપિયા ટેક્સ હતો. કોંગ્રેસની સરકાર બાળકોની ચોકલેટ પર પણ 21 ટકા ટેક્સ લેતી હતી. સાઇકલ પર 17 ટકા ટેક્સ હતો.
મિડલ ક્લાસ અને ગરીબ વર્ગને મોટી રાહત
ઇન્કમ ટેક્સ બાદ કેન્દ્ર સરકારે ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સમાં પણ મિડલ ક્લાસ અને ગરીબ વર્ગને મોટી રાહત આપી છે. GSTના સ્લેબમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેના કારણે અનેક વસ્તુઓના ભાવ ઓછા થશે. GSTમાં મોટા ભાગે માત્ર બે જ સ્લેબ રહેશે, 5 ટકા અને 18 ટકા. બ્રેડ, પરાઠા, દૂધથી લઈને AC અને કારમાં પણ ટેક્સમાં રાહત આપવામાં આવી છે. આરોગ્ય અને જીવન વીમાના ઇન્શ્યોરન્સ પર લાગતો ટેક્સ હટાવી દેવામાં આવ્યો છે. નાની ગાડી કાર, થ્રીવ્હીલર, 350 CCથી ઓછી ક્ષમતાની બાઇક પર 28 ટકાની જગ્યાએ 18 ટકા ટેક્સ લાગશે. ટ્રેક્ટર અને તેના ટાયર પર 5 ટકા ટેક્સ રહેશે. જોકે લક્ઝુરિયસ કાર, તંબાકુ પ્રોડક્ટ્સ, સિગારેટ, કેફી દ્રવ્યો, IPL મેચની ટિકિટ પર ટેક્સ વધારવામાં આવ્યો છે. GSTના નવા 22 સપ્ટેમ્બર, 2025 થી લાગુ થશે




