મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસની કારમી હાર પછી કમલનાથ ગઇકાલે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમણે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંજ દિલ્હીમાં ખડગેના નિવાસ પર થયેલી બેઠકમાં કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ પણ સામેલ હતા. આ દરમ્યાન પાર્ટી હાઇકમાન્ડે કમલનાથે મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામું આપવા અને નવા પ્રદેશાધ્યક્ષ નિયુક્ત કરવા માટે આદેશ આપ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે હવે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદથી રાજીનામું આપી શકે છે.
મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરના કુલ 230 વિધાનસભા સીટ માચે મતદાન થયું અને રવિવારના રોજ ત્રણ રાજ્યોના પરિણામ જાહેર થયા. જેમાં કોંગ્રેસની હાર પછી કમલનાથે કહ્યું કે, અમે મધ્યપ્રદેશના મતદાતાઓના જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. અમે વિપક્ષની ભૂમિકા ભજવીએ છીએ. સાથે જ કમલનાથે ભાજપને જીતના અભિનંદન પાઠવ્યા અને આશા રાખી કે ભાજપ રાજ્યની જનતાની જવાબદારી પૂર્ણ કરશે.
- Advertisement -
વિધાયક અને પદાધિકારીઓની સાથે ચુંટણીના પરિણામો પર ચર્ચા કરી
ઉલ્લેખનીય છે કે, કમલનાથે તેમના ભોપાલ સ્થિત મધ્યપ્રદેશ કોંગ્રેસ કમીટી કાર્યાલયમાં પાર્ટીના નવા વિધાયકો અને પદાધિકારીઓની સાથે ચુંટણીના પરિણામોની સમીક્ષા કરી. તેમણે એક પોસ્ટમાં લખ્યું કે, વિરોધીઓ અને વિધાયકોએ જે પ્રાથમિક રિપોર્ટ આપી છે, તેના પર ગંભીરતાથી ચિંતન કરવાની આવશ્યકતા છે અને જલ્દી જ બધા ઉમેદવારો વિસ્તૃત રિપોટ સોંપશે. અમે આ હારથી શીખી રહ્યા છીએ, અમારી ખામીને દૂર કરી રહ્યા છીએ અને લોકસભા ચુંટણીની તૈયારીમાં આજથી જ જોડાય જશું. કોઇ પણ હાર તમારા મનોબળને નબળી કરી શકતી નથી.