બગસરા તાલુકાના શાપર ગામના ૨૫૦થી વધુ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા
કોંગ્રેસના પૂર્વ સરપંચ અને ઉપસરપંચ સહિત ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યોએ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ ના હાથે કેસરીયો ધારણ કર્યો
ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠનના આગેવાનો અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ
જૂનાગઢ: ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસલક્ષી કાર્યને જોઈને વિસાવદર વિધાનસભા વિસ્તારના બગસરા તાલુકાના શાપર ગામ ના કોંગ્રેસના કાર્યકરો તેમજ કોંગી પૂર્વ સરપંચ, ઉપસરપંચ સહિત ૨૫૦.થી વધુ કોંગી કાર્યકરો પોતાની ટીમ સાથે વિધિવત રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાતી વિકાસયાત્રા માં જોડાઈને કોંગ્રેસ પાર્ટીને બાય-બાય કરીને વિધિવત રીતે કેસરીયો ધારણ કર્યો હતો.
જેમાં શાપર ગામના પૂર્વ સરપંચ દલસુખભાઈ સુદાણી,પૂર્વ ઉપસરપંચ જુના ઝાંઝરીયાના વિપુલભાઈ કયાડાની સાથે ગ્રામ પંચાયતના ચુંટાયેલા સદસ્યો કાળુભાઈ હરખાણી, સંજયભાઈ હરખાણી, બાબુભાઈ રામોલિયા, ઘેલાભાઈ સુવાગીયા, અશ્વિનભાઈ ડોબરીયા, હકાભાઇ ગોર, શૈલેષભાઈ સુદાણી, ભગુભાઈ કાનાણી, દુદાભાઈ દેસાઈ તેમજ વિઠ્ઠલભાઈ સુદાણી સાથે, શાપર ગામના અઢીસોથી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા, આ વેળાએ ધારાસભ્ય જે.વી.કાકડિયા જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કિરીટ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ધીરુભાઈ માયાણી, તાલુકા ભાજપ બગસરા પ્રમુખ રમેશભાઇ સતાસિયા, મહામંત્રી ખોડુ ભાઈ સાવલિયા, તાલુકા પંચાયત સદસ્ય હસમુખભાઈ બાબરીયા, વિપુલભાઈ ભેસાણીયા,મધુભાઈ લોંઘણવદરા, તેમજ બગસરા તાલુકાના યુવા ભાજપ પ્રમુખ રાકેશ ભાઈ વઘાસિયા સહિત ૨૫૦ થી વધુ કોંગી આગેવાનો અને કાર્યકરો પોતાની ટીમ સાથે જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ ધારાસભ્ય જેવી કાકડિયા અને સંગઠનના હોદ્દેદારોના હસ્તે ખેસ પહેરીને જોડાયા હતા, આમ વિસાવદર વિધાનસભા મતવિસ્તાર બગસરા તાલુકાના શાપર ગામના અઢીસોથી વધુ કોંગી કાર્યકરો એ કોંગ્રેસને બાયબાય કરી ભાજપમાં જોડાઈને ભાજપમાં જોડાઇને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા થતી વિકાસ યાત્રાને વધુ મજબૂત કરી છે.