ઉત્તરપ્રદેશની વાત કરીએ તો રાજ્યમાં દલિત વોટબેંક 80ના દાયકા સુધી કોંગ્રેસ પાસે જ રહી, પરંતુ બસપાના ઉદ્દભવની સાથે જ દલિત વર્ગ કોંગ્રેસથી અલગ થઈ ગયા
આજનો સમય, પરસ્પર વિરોધી તો નહીં પણ વિભિન્ન પરંતુ સામાજિક- સાંસ્કૃતિક પરીપેક્ષમાં બે વિરોધી વિચારધારાઓ – બ્રાહ્મણવાદ અને બૌદ્ધવાદનાં વિજયનો યુગ છે. આ બન્ને વિચારધારાનું વર્ચસ્વ રાજકારણમાં સમાંતરે દેખાઈ રહ્યું છે. બ્રાહ્મણવાદ સત્તા દ્વારા જીતી રહ્યો છે, (અહીં બ્રાહ્મણવાદ શબ્દ હિન્દુત્વના સંદર્ભે) અને બૌદ્ધવાદ નવા સમુદાયના ભાતૃભાવ દ્વારા પોતાના તરફ વાળે છે. જેને વિદ્વાનો આજની નવી રાજનીતિના સાંસ્કૃતિક એન્ટીડોટ(મારણ) તરીકે જુએ છે જે નવી પેઢીમાં નવી વિચારધારાનું સિંચન કરશે.
ભારતના સામાજિક વાતાવરણની જેમ જ, ભારતીય રાજકારણ હંમેશા જ્ઞાતિ આધારિત સમીકરણોનું પ્રભુત્વ રહ્યું છે તેથી, જ્યાં સુધી મંડલ કમિશનનો રિપોર્ટ આવ્યો ન હતો, ત્યાં સુધી પક્ષોએ તેમનો એજન્ડા સામાજિક ન્યાયની વાત ઓછી થતી. પરંતુ બસપા એકમાત્ર એવી પાર્ટી હતી જે જાતિને સંગઠિત કરવાની મુદ્રા બનાવવામાં સફળ રહી હતી.
હાલમાં, ભારતમાં બે રાષ્ટ્રીય કક્ષાના દલિત રાજકીય પક્ષો છે – ઇજઙ અને કોંગ્રેસ. ઉપલી સપાટીએ તો બન્ને સમાન આદર્શોમાં માનનારા દેખાય છે. તેમ છતાં દરેકને બીજા પર શંકા છે. તેમની લડાઈ સમાન મુદ્દાઓ સામે છે, પણ પદ્ધતિઓમાં અલગ છે.
બંને પક્ષોમાં નેતૃત્વના હોદ્દા પર દલિતો છે, પરંતુ સત્તાના હોદ્દા પર દલિતોની વાત આવે ત્યારે પક્ષના માળખાના સંગઠનાત્મક વિભાગો નોંધપાત્ર રીતે અલગ પડે છે. બન્ને પક્ષમાં દલીતોની કહેવાતી અને વાસ્તવ સત્તા મામલે મોટો તફાવત છે. અલબત્ત, આનાથી ગૃહોમાં પ્રતિનિધિત્વની માત્રામાં ફેરફાર થતો નથી. અનામત બેઠકની ફોર્મ્યુલા સમગ્ર બોર્ડમાં લાગુ પડે છે. કાંશીરામ- બસપા જાતિ કેન્દ્રીત વિચારધારા સાથે જાતિવિરોધી રાજકારણ કેવી રીતે રમી શક્યા એ બાબતની બૌદ્ધિકો-વિદ્વાનોને હજુપણ નવાઈ લાગે છે.
કોંગ્રેસ કે જેણે એક સમયે અનેક દલિત નેતાઓને પ્રોત્સાહન આપ્યું હતું અને જે એક સમયે ભાજપ અને બસપાના ઉદભવ પહેલા સૌથી વધુ સંખ્યામાં દલિત વોટબેંક ધરાવતો હતો. (જગજીવનરામના સમયમાં કોંગ્રેસ માટે દલિત વોટ મેળવવા ડાબા હાથનો ખેલ હતો.) પણ હવે ચિત્ર બદલાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગેની નિમણુંક, ખડગે દલિત ચહેરો છે. બિહારમાં જાતિ આધારિત વસ્તીગણતરીના આંકડા સામે આવ્યા બાદ કોંગ્રેસે દલિત વોટ બેંક પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે. ઉત્તરપ્રદેશની વાત કરીએ તો રાજ્યમાં દલિત વોટબેંક 80ના દાયકા સુધી કોંગ્રેસ પાસે જ રહી. પરંતુ બસપાના ઉદભવની સાથે જ દલિત વર્ગ કોંગ્રેસથી અલગ થઈ ગયા. પરિણામે કોંગ્રેસ સત્તા પરથી દૂર થઈ ગઈ. તેની સાથે સંકળાયેલી અન્ય જ્ઞાતિઓ પણ વિખેરાઈ ગઈ. હવે પાર્ટી નવી રણનીતિ સાથે આગળ વધી રહી છે. પાર્ટીના રણનીતિકારોનું માનવું છે કે જો દલિત વોટબેંક કોંગ્રેસ ડાયસાથે તો રાજકીય મૂંઝવણને દૂર કરવામાં સરળતા રહેશે. આ જ કારણ છે કે તેઓ નવી રણનીતિ સાથે આ વોટ બેંક પર જીત મેળવવાની તૈયારી કરી તો કતી રહ્યા છે પણ તે ઘણી કાચી પડે છે. બસપાના સંસ્થાપક કાંશીરામની પુણ્યતિથિ પર રાજ્યભરમાં દલિત ગૌરવ સંવાદ કાર્યક્રમનું આયોજન, દલિત ગૌરવ સંવાદ દ્વારા દલિત વર્ગના લોકોને એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે કોંગ્રેસ તેમનું જૂનું ઘર છે.
- Advertisement -
બસપાએ અત્યાર સુધી ઇન્ડિયા ગઠબંધનથી અંતર જાળવી રાખ્યું છે કારણ કે તે અસ્થિર ગઠબંધનના નેતૃત્વમાં કામ કરવા તૈયાર નથી
કોંગ્રેસ હંમેશા તેમને રાજકીય હિસ્સેદારી આપવા તૈયાર રહી છે. જો કે, આ સમયે ન ચાર રાજ્યોની ચૂંટણી અને સક્ષમ આયોજનના અભાવે આ કાર્યક્રમને ધારી સફળતા નથી મળી.
ખડગે સિવાય, બાકીના લોકો હજુ પબ્લિક ફિગર નથી બની શક્યા પરંતુ તેઓ પડદા પાછળથી પક્ષની દિશા નક્કી કરી રહ્યા છે
બસપા કોંગ્રેસ, બંનેએ જીત માટે ચૂંટણીમાં દલિત ભાગીદારીનો આશરો લીધો છે. અલબત્ત આ નીતિ સાથે પણ, બન્ને માટે જોડાણ વિના જીતવું અશક્ય બની ગયું છે.
બસપાએ અત્યાર સુધી ઇન્ડિયા ગઠબંધનથી અંતર જાળવી રાખ્યું છે કારણ કે તે અસ્થિર ગઠબંધનના નેતૃત્વમાં કામ કરવા તૈયાર નથી. તદુપરાંત, માયાવતી પોતાની આગવી રીતે લડવામાં માનનાર, જમાનો જોયેલ નેતા છે જેની ઓળખ ગઠબંધનના અન્ય નેતાઓ કરતા જુદી છે. વળી ભ્રષ્ટાચારના આરોપોને કારણે કંઈક અંશે ડરેલા છે, એ જાણે છે કે ગઠબંધનમાં જોડાવવાનો રસ્તો ઊઉને અને અન્ય એજન્સીઓને સામેથી નોતરવા જેવો પુરવાર થશે.
બીજી બાજુ, અનેસદ્ભાગ્યે, તોળાઈ રહેલા વૈચારિક દુષ્કાળ છતાં, કોંગ્રેસને યોગ્ય જીવનરક્ષક મળ્યા છે. આ એવા પ્રતિભાશાળી દલિત નેતાઓ છે જેઓ હાલમાં નવી કોંગ્રેસનું સુકાન સંભાળી રહ્યા છે. રાહુલ ગાંધીનું માઈન્ડસેટ તાજેતરના વર્ષોમાં આવા કેટલાક દલિત વિચારધારા વાળા નેતાની સંગતમાં ઘડાતું નજર આવે છે.
અલબત્ત, ખડગે સિવાય, બાકીના લોકો હજુ પબ્લિક ફિગર નથી બની શક્યા પરંતુ તેઓ પડદા પાછળથી પક્ષની દિશા નક્કી કરી રહ્યા છે, તેને બૌદ્ધ નૈતિકતા સાથે આંબેડકરવાદી વલણ તરફ દોરી રહ્યા છે. રાહુલની રાજનીતિ બસપા છે અને તેમની વિચારસરણી બહુજનવાદ છે. તે બહુસંખ્યકો સાથે છે એવું દેખાડવાની સાથોસાથ દલિત પ્રત્યે તેની સંવેદનશીલતા દેખાડવાની કોશિશ રહી છે. રાજકીય વિજય તો રાહુલ માટે દૂરની વાત લાગે છે પણ નૈતિક વિજયના માર્ગે જરૂર છે એમ કહી શકાય, કારણ એમની પદયાત્રાને લોકોની માન્યતા એનો માપદંડ છે, પડઘો છે.
ખડગેની કાર્યપદ્ધતિ તેની શરૂઆતના વર્ષોની ઓળખનો પડઘો પાડે છે. જ્યારે સરકાર સામે બેફામ પડકાર ફેંકે છે. લઘુમતીના કોંગ્રેસની તુષ્ટિકરનની જૂની નીતિ આજના સમયે તેના માટે ઉપયોગી થઈ શકે એમ નથી. તેથી જ કોંગ્રેસ જાતિની વસ્તી ગણતરી અંગેના તેમના તાજેતરના પગલામાં, જઈ, જઝ અને ઘઇઈને પ્રતિનિધિત્વની માંગણી કરવા અને જાતિને તેમના મહત્વપૂર્ણ રાજકીય પ્લેટફોર્મ પર લાવવામાં કાંશીરામના પગલાંને અનુસર્યું છે.
અલબત્ત, 2024નો વિજયરથને કોઈ રોકી શકે એમ નથી એવું લગભગ લગભગ દરેક રાજનૈતિક વિશ્લેષણકાર માને છે છતાં વીરોધપક્ષોની આ નીતિઓને સમજવામાં જનતાને રસ પડે છે. કારણ, જનતાનો એક હિસ્સો વર્તમાન સરકારથી ઘણા મુદ્દે અસંતૃષ્ટ છે અને તેના વ્યાજબી કારણો પણ છે.
અને છેલ્લે એ કહેવું ઘટે કે,સિસ્ટમમાં ગુણાત્મક પરિવર્તન વિના, સામાજિક પરિવર્તનની કોઈ આશા નથી. સમાજના પરિવર્તનનું મૂલ્યાંકન કરવા માટેનું માપમાં તળિયે રહેલા લોકોનો વિચાર હોવો જોઇએ નેતૃત્વ અને પ્રતિનિધિત્વમાં પરિવર્તન દ્વારા આ શક્ય છે.