બહાઉદ્દીન કોલેજ બંધ કરવાવવા થતા કાર્યકરોની પોલીસે અટક કરી
ખાસ-ખબર સંવાદદાતા
કોંગ્રેસે મોંઘવારી મુદ્દે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું.ત્યારે જૂનાગઢમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. સવારથી કોંગી ધારાસભ્ય ભીખાભાઇ જોષી, શહેર પ્રમુખ અમીત પટેલ સહિતનાં શહેરની મુખ્ય બજારો બંધ કરવા નીકળી હતાં. અને વેપારીને મોંઘવારી મુદે સમજાવીને બંધ રાખવા અપીલ કરી હતી. એનએસયુઆઇ દ્વારા બહાઉદ્દીન કોલેજ બંધ કરાવવા પ્રયાસ કર્યો હતો પોલીસ પહોંચી ગઇ હતી અને એનએસયુઆઇનાં પ્રમુખ સહિત કાર્યકરો કોલેજ બંધ કરાવવા તે પહેલા પોલીસે અટકાયત કરી હતી. શહેરની મુખ્ય બજારોમાં કોંગી આગેવાનો દ્વારા બંધ કરાવતા હતા.પરંતુ વેપારી પાછળથી દુકાનો ખોલી નાખતા હતા.તેવા દ્રષ્યો જોવા મળ્યાં હતાં.
- Advertisement -
જૂનાગઢમાં કોંગ્રેસનાં બંધને સામાન્ય પ્રતિસાદ મળ્યો હતો.જયારે વંથલીનાં વેપારીઓએ સવારથી જ દુકાનો ખોલી હતી.પણ કોંગ્રેસના વંથલી તાલુકાના આગેવાનો દ્વારા બંધ કરવાની અપીલ કરતા થોડા સમય માટે વેપારીઓએ દુકાનો બંધ કરી હતી .કોંગ્રેસના આગેવાનો રવાના થતા પોતાની દુકાનો ખોલી હતી.આમ કોંગ્રેસના બંધને નહિવત પ્રતિસાદ સાંપડ્યો હતો.