વડાપ્રધાન મોદી દ્વારા આગામી દિવસો હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશવાસીઓને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટના DP પર તિરંગો લગાવાની વાત કહી હતી, જેનો કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાની રીતે આગવા અંદાજમાં સ્વિકાર કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનને મજૂબત કરવા માટે લોકોને 13-15 ઓગસ્ટની વચ્ચે હર ઘર તિરંગો ફરકાવવાનું આહ્વાન કર્યું છે. જે બાદ ખુદ પીએમ સહિત સરકાર સાથે જોડાયેલા લોકોએ પોતાના ડીપી પર તિરંગો લગાવ્યો હતો. હવે કોંગ્રેસે પણ પોતાના આગવા અંદાજમાં ફક્ત તિરંગો જ નહીં પણ આરએસએસ પર પણ ટાર્ગેટ કર્યો છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પોતાના ડીપી બદલ્યા છે. જ્યારે મનીષ તિવારી સહિત પાર્ટીના મોટા નેતાઓએ હજૂ સુધી પોતાના ડીપી બદલ્યા નથી.
- Advertisement -
देश की शान है, हमारा तिरंगा
हर हिंदुस्तानी के दिल में है, हमारा तिरंगा pic.twitter.com/lhm0MWd3kM
— Rahul Gandhi (@RahulGandhi) August 3, 2022
- Advertisement -
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને જયરામ રમેશ સહિત દેશના મોટા ભાગના પાર્ટીના નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટના DPની તસ્વીર પર તિરંગો લગાવ્યો છે. જો કે, કોંગ્રેસ નેતાઓ તરફથી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુના હાથમાં તિરંગાવાળી તસ્વીર લગાવી છે. આ તમામની વચ્ચે કોંગ્રેસ મીડિયા પ્રભારી જયરામ રમેશે પોતાની પ્રોફાઈલ પિક્ચર બદલવાની સાથે સાથે સંઘ પર પ્રહારો કર્યા હતા.
वर्ष 1929 के लाहौर अधिवेशन में रावी नदी के तट पर झंडा फहराते हुए पंडित नेहरू ने कहा था "एक बार फिर आपको याद रखना है कि अब यह झंडा फहरा दिया गया है। जब तक एक भी हिंदुस्तानी मर्द, औरत, बच्चा जिंदा है, यह तिरंगा झुकना नहीं चाहिए।" देशवासियों ने ऐसा ही किया।#MyTirangaMyPride
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 3, 2022
પાર્ટી મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરીને કહ્યું કે, વર્ષ 1929ના લાહોર અધિવેશનમાં રાવી નદીના તટ પર ઝંડો ફરકાવતા પંડિત નહેરુએ કહ્યું હતું કે, ફરી એક વાર આપે યાદ રાખવાનું છે કે, હવે આ ઝંડો ફરકાવી દીધો છે, જ્યાં સુધી એક પણ હિન્દુસ્તાની પુરુષ, મહિલા, બાળક જીવતા છે, ત્યાં સુધી આ તિરંગો ઝુકવો જોઈએ નહીં.દેશવાસીઓએ એવું જ કર્યું.
“विजयी विश्व तिरंगा प्यारा,
झंडा ऊँचा रहे हमारा” pic.twitter.com/KiWa7EP5qM
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 3, 2022
આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત કેન્દ્રની સત્તાધારી પાર્ટીના અન્ય નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટના ડીપી પર મંગળવારના રોજ તિરંગો લગાવ્યો હતો અને લોકોને આવું કરવા માટે આગ્રહ કર્યો હતો.