મોદીના સપનામાં હીરાબાએ કહ્યું, તું બિહારમાં મારા નામે નૌટંકી કરી રહ્યો છે…: બિહાર કૉંગ્રેસે પોસ્ટ કર્યો અઈં વિડીયો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
બિહારમાં વોટર અધિકાર યાત્રા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીની માને ગાળો આપવા પર થયેલા હોબાળા બાદ બિહાર કોંગ્રેસે તેના ડ હેન્ડલ પર અઈં જનરેટેડ કરેલો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો પછી બિહારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
36 સેક્ધડના અઈં જનરેટેડ આ વીડિયોમાં પીએમ મોદી જેવા દેખાતા એક શખસ અને તેમનાં સ્વર્ગસ્થ માતા હીરાબેન જેવાં દેખાતાં એક મહિલા દેખાય છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- સાહેબના સપનામાં આવી મા… જુઓ રસપ્રદ સંવાદ.
ગુરુવારે રાત્રે શેર કરાયેલા આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે વડાપ્રધાનનાં માતા તેમના સપનામાં આવે છે અને તેમને કહે છે કે રાજકારણ માટે તું કેટલી હદ વટાવીશ?
ભાજપે આ વીડિયોને વડાપ્રધાન અને તેમનાં માતા વિરુદ્ધ વાંધાજનક ગણાવીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે રાજકીય ચર્ચાનો સ્તર નીચો કરીને બધી હદો વટાવી દીધી છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, ‘રાહુલ ગાંધી હવે ખૂબ જ નીચલી કક્ષાની હદ વટાવી ચૂક્યા છે. જેમ તેમની નકલી માતા છે, પોતાની માતાના ઈજ્જતની કોઈ પરવા નથી. તેઓ બીજાની માતાને કેવી રીતે સન્માન આપશે?’
આના 12 કલાક પહેલાં બિહાર ભાજપના ડ તરફથી એક અઈં જનરેટેડ વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ મીડિયા સાથે વાત કરતા દર્શાવવામાં આવ્યા હતા.
સજા સામાજિક અને કાનૂની રીતે આપવી જોઈએ: ગિરિરાજ
બેગુસરાયમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસના AI વીડિયો પોસ્ટ પર કહ્યું, ‘આના માટે સામાજિક અને કાનૂની સજા હોવી જોઈએ. મોદીજીની માતાનો AIવીડિયો બનાવવો ખૂબ જ ખોટું છે. તેમની સામે છેતરપિંડીનો કેસ દાખલ થવો જોઈએ, તપાસ થવી જોઈએ.’



