ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
ભાજપના અગ્રણી તથા પીઢ નેતા રવુભાઈ ખુમાણના રાજુલા સ્થિત નિવાસસ્થાને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
- Advertisement -
આ મુલાકાત દરમિયાન સ્થાનિક તેમજ રાજકીય મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડ પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વનરાજભાઈ વરૂ, નગરપાલિકા ચેરમેન હેમલભાઈ વસોયા, અતુલભાઈ વાઘેલા, ડો. હિતેશ હડીયા, સાગરભાઈ સરવૈયા, ગજુભાઈ પરમાર, વનરાજભાઈ ધાખડા, રાજેન્દ્રભાઈ ધાખડા, જે.ડી.ભાઈ ધાખડા તેમજ જયદીપભાઈ કોટીલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



