સોશિયલ મીડિયા પર ભાજપ સમર્થકોએ હાર્દિક પટેલની સંભવિત એન્ટ્રી સામે ઠાલવ્યો જ્વાળામુખી સમો રોષ
ખાસ-ખબરના તંત્રી તેમજ જાણીતા લેખક-પત્રકાર કિન્નર આચાર્ય છેલ્લા કેટલાંક દિવસોથી કર્ણાટકના પ્રવાસે છે. કર્ણાટકના પ્રવાસ પર હોવા છતાં ગુજરાતના રાજકારણની તમામ હલચલ પર નજર રાખી બેઠેલા કિન્નર આચાર્યે બે દિવસ અગાઉ ગુજરાતના રાજકારણને લઈ સોશિયલ મીડિયામાં મૂકેલી એક પોસ્ટ ધૂમ મચાવી રહી છે. ભાજપનું ભવિષ્ય ભાખી, હાર્દિક પટેલના કેસરિયા કરવા પર ભાજપને કેટલું નુકસાન થઈ શકે તેનો આયનો દર્શાવવા કિન્નર આચાર્યે ફેસબૂક પર પોસ્ટ કરી ભાજપનાં સમર્થકોને એક સીધોસાદો પણ મહત્વનો પ્રશ્ન પૂછ્યો હતો કે, શું હાર્દિક ભાજપમાં જોડાય તો તમે એનાં પણ વખાણ કરશો? શું તમે એને સ્વીકારી લેશો? જો એ વિધાનસભા ચૂંટણી ભાજપમાંથી લડે તો એને ટેકો આપશો કે વિરુદ્ધમાં લખશો? કિન્નર આચાર્યની આ પોસ્ટ પર ભાજપ સમર્થકોએ હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ પર પ્રચંડ વિરોધ દર્શાવ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ હવે ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હાર્દિક પટેલના સંભવિત ભાજપ પ્રવેશ પહેલા જ ભાજપના કાર્યકર્તાઓમાં કચવાટની લાગણી ફેલાઈ છે. ભાજપ સમર્થક મતદારોથી લઈ ભાજપના કેટલાક પાયાના કાર્યકર્તા અને ટોચના નેતાઓએ કિન્નર આચાર્યની ફેસબૂક પોસ્ટ પર હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે એટલું જ નહીં કિન્નર આચાર્યને અસંખ્ય લોકોએ ખાનગી મેસેજ-કોલ કરીને પણ હાર્દિક પટેલના ભાજપ પ્રવેશથી ભાજપને કેટલું નુકસાન થઈ શકે છે તેના પર વિસ્તૃત અહેવાલ લખવાની રજૂઆત કરી છે. કિન્નર આચાર્ય દ્વારા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલી હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ વિષયક પોસ્ટ પર થયેલી અઢળક કોમેન્ટ્સ પરથી સ્પષ્ટ વર્તાય આવે છે કે, હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ પરથી ભાજપને ફાયદો ઓછો અને નુકસાન વધુ થશે.
- Advertisement -
‘ખાસ-ખબર’ના તંત્રીની ફેસબૂક પોસ્ટ પર 99% લોકોએ હાર્દિક વિરુદ્ધ કમેન્ટ્સ કરી
ભાજપ સમર્થકો છેતરાયાની લાગણી અનુભવી રહ્યા હોય તેવી કમેન્ટ્સથી સોશિયલ મીડિયા છલકાયું
- Advertisement -
કાર્યકરોની ચેતવણી, જો હાર્દિક ભાજપમાં આવ્યો તો પેજ પ્રમુખનું પાનું ફાડીને ઘરે બેસી જઈશું!
હાર્દિકનાં પ્રવેશથી ભાજપને ફાયદો ઓછો, નુક્સાન વધુ
ભાજપમાં અંદરખાને ઉકળતા ચરુ જેવી સ્થિતિ
પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યા બાદ ભાજપમાં એન્ટ્રી કરવાની અટકળો વચ્ચે ભાજપમાં જ અંદરખાને ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપના કાર્યકરો સોશિયલ મીડિયામાં લખી રહ્યા છે કે, આ એ જ છે જેને ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓને બેફામ ગાળો આપી છે, આ એ જ છે જેને ભાજપના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ખુરશી છોડવા પર મજબૂર કર્યાં છે. જો હાર્દિક ભાજપમાં આવશે તો તેઓ ભાજપની જગ્યાને આમ આદમી પાર્ટીને વોટ આપશે. ભાજપ સમર્થકોની આ પ્રકારની પોસ્ટને જોતા લાગી રહ્યું છે કે, જો હાર્દિક કેરસિયો ધારણ કરશે તો ભાજપને ઘણી નુકસાની થશે.
પોલીસબેડામાં હાર્દિક પટેલના કેસરિયા પર આક્રોશ
હાર્દિક પટેલે ભાજપના નેતાઓની સાથે પોલીસબેડાને બેફામ, અભદ્ર ગાળોથી અપમાનિત કરવામાં કંઈ જ બાકી રાખ્યુ નથી. અનામત આંદોલનમાં થયેલી હિંસા પાછળ હાર્દિક પટેલે પોલીસબેડાને જવાબદાર ગણાવ્યું હતું. હવે હાર્દિક પટેલની ભાજપમાં જોડવાની કવાયત સાંભળીને પોલીસ કર્મચારીઓમાં પણ સખત આક્રોશ છે. તેમના વોટ્સગ્રુપમાં પણ ઓગસ્ટ – 2015ના આંદોલનોના વિડિયો વાઈરલ થઈ રહ્યા છે આ ઉપરાંત હાર્દિક પટેલના જૂના બ્લૂ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરી ફરતા થયા છે અને પોલીસબેડાથી લઈ ભાજપ સમર્થક પ્રજા હાર્દિક પટેલના ભાજપ પ્રવેશના સમાચારનો વિરોધ નોંધવી રહ્યા છે.
ધોળા ધરમે પણ હાર્દિક પટેલ ભાજપમાં ખપે નહીં તેવો ભાજપનાં ચાહકોનો મત