મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે. આ પાંચ વર્ષ દરમિયાન તેમણે ભરપૂર લોકોપયોગી કાર્યો કર્યા અને અનેક પડકારોનો સામનો કરીને તેમાંથી સાંગોપાંગ બહાર પણ નીકળ્યા. આ વિશિષ્ટ અવસરે તેમને ઘણી બધી બાબતો માટે અભિનંદન આપવા છે અને અનેક બાબતો માટે શુભેચ્છાઓ પણ આપવી છે.
– કિન્નર આચાર્ય
1. ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રાને તમે વણથંભી રાખી છે, એ માટે હૃદયપૂર્વક અભિનંદન. તમારો આ વિકાસશીલ અભિગમ અખંડ અડીખમ રહે તેવી શુભેચ્છાઓ
2. ગુજરાતનાં સૌથી ઊચ્ચ સિંહાસન પર બિરાજમાન હોવા છતાં તમે સરળતા, સંવેદનશીલતા, સેવા અને સહજતા જેવા ઋજુ ગુણોથી છલોછલ રહ્યા છો, એ માટે અભિનંદન. તો બીજી તરફ સૌમ્ય વ્યક્તિત્વ સાથે જ નિર્ણાયકતા, નિડરતા, પરિશ્રમની પરાકાષ્ટા અને દૃઢ મનોબળ જેવી નક્કર લાક્ષણિક્તાઓના પીંડથી તમારું વ્યક્તિત્વ ઘડાયું છે. આવી જ રીતે નોખી માટીના અનોખા માનવી અને સક્ષમ શાસક તરીકેનું અદભુત સંયોજન તમારામાં જળવાઈ રહે તેવી ખૂબ… ખૂબ… શુભેચ્છાઓ..
- Advertisement -
3. તમે હંમેશા કહેતા રહ્યા છો કે, વિજય સ્વયંમનો નહીં, સૌનો. ગુજરાત અને ગુજરાતની જનતાના વિકાસ અને વિજયનો ભેખ ધરીને સૌના સાથ સાથે સૌના વિકાસ અને સૌના વિશ્વાસ સાથે સૌના વિકાસનો મંત્ર તમે ચરિતાર્થ કર્યો એ માટે અભિનંદન. અને ગુજરાતમાં વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જાઓ તથા ગુજરાતને વિકાસનો પર્યાયવાચક શબ્દ બનાવી દો, તેવી શુભકામનાઓ…
4. સંગઠન, સમર્પણ, સેવા અને સહકારની સાધના સમાન ચાર દાયકા ઉપરાંતના જાહેર જીવનમાં તમે એક મંત્ર આત્મસાત કર્યો છે કે, “હું જે ખુરશી પર બેસી રહ્યો છું એ ખુરશી ક્યારેય મારી ઉપર સ્વાર ન થઈ જાય!” આવા ઉમદા અભિગમ બદલ અભિનંદન. તમારી આ સરળતા, જમીન સાથે જોડાઈ રહેવાનાં સદ્દગુણોમાંથી અન્ય લોકોને પણ પ્રેરણા મળતી રહે, તેવી શુભેચ્છાઓ!
- Advertisement -
જ્યારે-જ્યારે ગુજરાત પર સંકટ આવે ત્યારે ગુજરાતીઓને તમે તેમાંથી ઉગારતા રહો, કાળી ઠંડીમાં તેમની હૂંફ બનો, બારેય મેઘ વરસે ત્યારે છત્ર બનો અને જીવલેણ તાપમાં ટાઢક આપતાં રહો તેવી શુભેચ્છા!
5. એક પાયાના કાર્યકરથી લઈને ગુજરાતના સૂત્રધાર સુધીની સફરમાં તમે હરહંમેશ જનતાના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થયા છો. લોકોનાં કષ્ટોની સમાનુભૂતિ તમે કરી છે અને એમનાં જખ્મો પર મલમ લગાડ્યો છે, એ માટે અભિનંદન. આવી જ રીતે એક “કોમન મેન” તરીકે ગુજરાતની જનતાને તરબતર કરતા રહો, છલોછલ કરતા રહો, વરસતા રહો તેવી શુભેચ્છાઓ!
6. તમે હંમેશા તમામ વર્ગોનો સમતોલ વિકાસ અને પ્રગતિને પ્રાધાન્ય આપી જનજનની પ્રગતિનો પથ કંડાર્યો છે અને સદાય મુખ્યસેવક બની રહ્યા છો, એ માટે અભિનંદન. આ જ સમતા, સમાનતાની ભાવના અને સમભાવ જાળવી ને ગુજરાતને ઉન્નતિનાં ઉચ્ચત્તમ શિખર પર પહોંચાડો, તેવી શુભેચ્છા.
7. તમે પારદર્શકતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર આધારસ્તંભોના આધારે ગુજરાતના વિકાસની કૂચ અવિરત આગળને આગળ વધારી છે. કર્મઠ-કુશળ મુખ્યમંત્રી તરીકેની એક શાખ આખા દેશમાં ઉભી કરી છે, તે બદલ અભિનંદન. અને આ ચારેય પાયા પર અડીખમ ઉભેલી ટીમ ગુજરાતની ભૂકંપપ્રુફ, મજબૂત ઇમારત હજુ વધુ મજબૂતાઈ પ્રાપ્ત કરતી રહે, આપની શાખ દિન-પ્રતિદિન વધતી રહે તેવી શુભકામના.
8. જળસંચય, જળવ્યવસ્થાપન અને જળવિતરણ માટેનો અનોખો પરિશ્રમયજ્ઞ તમે દેશ અને દુનિયાને દર્શાવ્યો અને સ્વયં પણ પાણીદાર મુખ્યમંત્રી સાબિત થયા. વિષમ ભૂગોળ અને વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ તમે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતની તરસ છીપાવી, ત્યાંની ધરતી ફળદ્રુપ બનાવી. આવી જ પ્રતિબદ્ધતા અને કુનેહ થકી તમે ગુજરાતની જનતાનાં આધિ – વ્યાધિ – ઉપાધિને પરાસ્ત કરતા રહો તેવી શુભેચ્છા.
9. ઊર્જા ઉત્પાદન અને વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રે તમે અદભુત કાર્ય કર્યું છે, રૂફટોપ સોલાર તથા બીજા અનેક પગલાંઓ થકી આજે તમે વીજળી બાબતે ગુજરાતને સરપ્લસ સ્ટેટ બનાવી દીધું, તે માટે અભિનંદન. આ જ ગતિથી તમે ઊર્જા ક્ષેત્રમાં અવનવી યોજનાઓ લાવતા રહો, વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રે ભગીરથ કાર્ય કરતા રહો અને સમસ્ત ભારતનાં અન્ય રાજ્યોને પણ પ્રેરણા આપતા રહો તેવી શુભકામનાઓ.
10. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, પૂર તથા કોરોના મહામારી જેવી વિકટ સમસ્યાઓ સમયે જનતાની પડખે ઉભા રહી ગુજરાતની કમાન સંભાળનાર સેવક-સહાયક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નામ માત્ર ઇતિહાસમાં જ નહીં, લોકહૃદયમાં પણ અંકિત થઈ ચૂક્યું છે, એ માટે અભિનંદન. આવી જ રીતે જ્યારે-જ્યારે ગુજરાત પર સંકટ આવે ત્યારે ગુજરાતીઓને તમે તેમાંથી ઉગારતા રહો, કાળી ઠંડીમાં તેમની હૂંફ બનો, બારેય મેઘ વરસે ત્યારે છત્ર બનો અને જીવલેણ તાપમાં ટાઢક આપતાં રહો તેવી શુભેચ્છા!
11. તમે મહિલાઓ, યુવાનો, વંચિતો, વનબંધુઓ સમાજના તમામ લોકોને વિકાસની મુખ્યધારામાં લાવવા સતત પ્રયત્નશીલ છો. માત્ર મનુષ્યો જ નહીં – કરુણા અભિયાનથી અબોલ પશુપંખી માટેની કાળજીથી માંડીને દરેક જીવ પ્રત્યે સંવેદના દાખવવા બદલ અભિનંદન. તમારી ભીતરની આ કરુણા આમ જ નિત્ય છલકાતી રહે, જીવમાત્રનાં કલ્યાણનાં આદર્શ સિદ્ધાંતમાંથી ગુજરાતને સતત કશુંક આપતા રહો, તેવી શુભકામના.
12. ફટાફટ અને સટાસટ નિર્ણયો લઈ ‘ફાસ્ટ ટ્રેક ગવર્નન્સ’ની તમે જન-જનને અનુભૂતિ કરાવી છે, પાંચ વર્ષના શાસન દરમિયાન 2000 જેટલા જનહિતના નિર્ણયો તેમજ વિવિધ યોજનાઓની ભેટ આપવા માટે આભાર સહ અભિનંદન. આવી જ વિસ્ફોટક બેટિંગ, આવી ત્વરા, જેટ ગતિ આવનારા સમયમાં ગુજરાતની પ્રજાને અસરકારક સરકારનો અહેસાસ કરાવતા રહો તેવી શુભકામનાઓ!
13. “સાત પગલાં ખેડૂત કલ્યાણનાં” જેવી અભૂતપૂર્વ યોજના થકી તમે ગુજરાતનાં કૃષિ જગતની આખી શકલ બદલાવી નાંખી. આ ઉપરાંત પણ ખેડૂત કલ્યાણ માટે અનેક પગલાં લીધા, એ માટે અભિનંદન. આવનારા સમયમાં ગુજરાતને તમે કૃષિ પ્રયોગોનું હબ બનાવો અને બાગાયતી ખેતી માટે પડતર, બિન-ઉપજાઉ જમીન આપવાની તમારી અનોખી યોજનાને પ્રચંડ સફળતા મળે તેવી શુભેચ્છાઓ.
14. સાલસ-સરળ હોવા ઉપરાંત તમે એક અત્યંત મક્કમ મનોબળ ધરાવતાં શાસક છો, જે તમે વારંવાર પુરવાર કર્યું છે. અનિષ્ટો અને અસામાજિક તત્વોને નાથવા તમે અનેક સખ્ત કાનૂન બનાવ્યા એ બદલ અભિનંદન. રાજ્યમાં કાનૂન અને વ્યવસ્થા જાળવી રાખવા તમે આવા જ નક્કર કદમ ઉઠાવતા રહો અને લોકોને ડરાવવા મથતાં તત્વોને થરથર ધ્રુજાવતા રહો, તેવી શુભેચ્છા.
15. તમારી સંવેદનશીલતાનો પરિચય તમે અનેક વખત આપ્યો છે. ક્યારેક અકસ્માત જોઈ ને આખો કોન્વોય રોકી ને અકસ્માતગ્રસ્તોને મદદ કરી તો કોઈ વખત પૂરગ્રસ્ત વિસ્તારમાં ત્રણ-ચાર દિવસ ગાળ્યા, અનેક સંવેદનાપૂર્ણ નિર્ણયો લીધા. આ તમામ બાબતો માટે તમને અભિનંદન. ગુજરાતની જનતાને માત્ર સારો જ નહીં, સંવેદનશીલ શાસક પણ જોઈએ છે. તેથી જ તમારી આ સંવેદના સતત ધબકતી રહે, ફરી રાજમાર્ગ પર કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તમારા કાફલાને બ્રેક લાગી જાય, તેવી શુભેચ્છા.