યુવાનનો મૃતદેહ વતન લાવવા સાંસદ સમક્ષ રજૂઆત: સ્ટુડન્ટ વિઝા પર વિદેશ ગયેલા પુત્રનો સંપર્ક તૂટયો હતો
લંડનમાં પુત્રનું અપહરણ કરી હત્યા કરાઈ હોવાના પરિવારજનોના આક્ષેપ
- Advertisement -
17 નવેમ્બરે યુવક સાથે પરિવારજનોને વાત થઇ હતી
ખાસ-ખબર સંવાદદાતા
ચાણસ્મા તાલુકાના રસાસણ ગામના ખેડૂત પરિવારનો પુત્ર બે મહિના પહેલાં સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન ગયો હતો. જ્યાં છેલ્લા પાંચ દિવસથી પરિવાર સાથે સંપર્ક તૂટતા પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતુ.ં ત્યારે મંગળવારે યુવાનની લાશ મળ્યાના સમાચાર પરિવારજનોને મળતા શોકનું મોજુ ફરી મળ્યુ હતું. માતા પિતા દ્વારા પોતાના પુત્રની લાશને ભારત લાવવા માટે પાટણના સાંસદનો સંપર્ક કરી સરકાર પાસે માગ કરી હતી.
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રસાસણ ગામના વતની પ્રવીણભાઈ જોઈતારામ પટેલ ખેત મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. તેમનો પુત્ર મીત અભ્યાસ અર્થે લંડન જવા માંગતો હોવાથી તેઓ દ્વારા 19 સપ્ટેમ્બર 2023 ના રોજ સ્ટુડન્ટ વિઝા ઉપર પુત્ર મીતને લંડન મોકલ્યો હતો. લંડન પહોંચ્યા બાદ મિત દરરોજ તેના પરિવારજનો સાથે ફોન ઉપર સંપર્કમાં રહેતો હતો. પરંતુ છેલ્લા પાંચ દિવસથી મિતનો પરિવારજનો સાથે સંપર્ક ના થતાં પરિવારજનો પણ ચિતિત બન્યા હતા. ત્યારે મંગળવારે અચાનક મીતની લાશ મળી આવ્યાના સમાચાર પરિવારજનોને મળતા પરિવારજનો ઉપર આભ તૂટી પડયું હતું. તો મીતની હત્યા કરાઈ હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતક મીતના પરિવારજનોએ જણાવ્યું હતું કે લંડનમા અભ્યાસ અર્થે ગયેલા મિતને કોઈએ કિડનેપીગ કરીને તેની હત્યા કરી હોવાના આક્ષેપ કરી મૃતક મીતના પિતા દ્વારા જણાવ્યું હતું કે અમો દ્વારા મીતને 19 સપ્ટેમ્બર 2023 ના રોજ સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન મોકલ્યો હતો. ત્યારબાદ 17 નેવેમ્બર 2023 થી તેનો ફોન બંધ આવતો હતો. ત્યારે છેલ્લી વાત શુક્રવારે તેની સાથે થઈ હોવાનુ તેઓએ જણાવ્યું હતું. મૃતક મીતની લાશને ભારત પરત લાવવા માટે પરિવારજનો દ્વારા પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીને જાણ કરી સરકાર સમક્ષ માગ કરી હોવાનું પરિવારજનો દ્વારા જણાવ્યું હતું.
આશાસ્પદ યુવક વિદેશ ગયાના ત્રણ મહિનામાં મોત: ગામમાં માતમ
રસાસણ ગામનો મીત પટેલ ગત 19 સપ્ટેમ્બરના રોજ સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન ગયો હતો. જ્યાં થોડાક દિવસોથી પરિવારજનો સાથેનો સંપર્ક તૂટયો હતો. જો કે તે બાદ યુવાનની લંડનમાંથી લાશ મળી હોવાના સમાચાર મળતાં પરિવારજનો ઉપર આભ તૂટી પડયું હતું. વિદેશ ગયા બાદ ત્રણ મહિનામાં જ આશાસ્પદ યુવાનનું મોત થતાં ગામમાં માતમ છવાયો છે.