તા.21 સપ્ટેમ્બરે બપોરે 2થી 5 યોજાશે પરીક્ષા: બન્ને પરીક્ષા વચ્ચે ઉમેદવારોને સમય નહીં અપાતાં આક્રોશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયાને લઈને ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જાણકારી મુજબ જુનિયર ક્લાર્કની કુલ 227 જગ્યા માટે પ્રિલિમ્સ અને મેઈન્સ બંને પરીક્ષા એક જ દિવસે 21 સપ્ટેમ્બર-2025એ ગોઠવવાની સંભાવના છે. સામાન્ય રીતે પ્રિલિમ્સ બાદ પરિણામ જાહેર થાય છે અને ત્યારબાદ મેઈન્સ માટે પૂરતો સમય આપવામાં આવે છે, પરંતુ આ વખતે એક જ દિવસે બંને પરીક્ષા ગોઠવવાના નિર્ણયથી ઉમેદવારો તૈયારી અંગેના ન્યાયની માગણી કરી રહ્યા છે. પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આ ભરતી પ્રક્રિયાની પ્રિલિમ્સ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા બંને એક જ દિવસમાં લેવાશે. 100 માર્કની પ્રિલિમ્સ અને 200 માર્કની મેઈન સહિત કુલ 300 માર્કની પરીક્ષા વિદ્યાર્થીએ એક જ દિવસમાં આપવાની રહેશે. સામાન્ય રીતે સ્પર્ધાત્મક પરીક્ષા લેતી સરકારની અન્ય સંસ્થાઓ પહેલા પ્રિલિમ્સ પરીક્ષા લે છે, તેનું પરિણામ આપે છે, બાદમાં મેઈન્સ પરીક્ષા લે છે. મેઈન્સ માટે તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓને સમય પણ મળે છે, પરંતુ કૃષિ યુનિવર્સિટીની ભરતીમાં બંને પરીક્ષા એકસાથે જ ગોઠવાતા ઉમેદવારોમાં આક્રોશ ફેલાયો છે. એવી જ રીતે પ્રિલિમ્સ પરીક્ષામાં ઉત્તિર્ણ થનાર ઉમેદવારોની મુખ્ય પરીક્ષા પણ એ જ દિવસે લઇ લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા પણ 200 માર્કની એમસીક્યૂ આધારીત લેવાશે. પરંતુ બન્ને પરીક્ષા વચ્ચે ઉમેદવારોને સમય નહીં અપાતાં આક્રોશ ફેલાયો છે.