ખાસ-ખબર ન્યૂઝ મોરબી
ક્ધટેનર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (CONCOR) દ્વારા મોરબીના રફાલેશ્વર વિસ્તારમાં સ્થાપિત ગતિ-શક્તિ કાર્ગો ટર્મિનલ (GCT) 1 ઓગસ્ટ, 2025 સુધીમાં કાર્યરત થવા જઈ રહ્યું છે. CONCORના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજય સ્વરૂપે આજે મોરબીના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી આ અંગે જાણકારી આપી હતી. આ ટર્મિનલ મોરબીના ટાઇલ્સ અને સિરામિક ઉદ્યોગ માટે પરિવહન ખર્ચ ઘટાડવા અને સમય બચાવવા માટે એક મહત્વપૂર્ણ વિકલ્પ સાબિત થશે. મોરબી, જે ભારતના 90% સિરામિક ઉત્પાદનમાં ફાળો આપે છે અને વૈશ્વિક સ્તરે બીજા ક્રમનો નિકાસકાર છે, તેના માટે આ ટર્મિનલ લોજિસ્ટિક્સ સેવાઓ પૂરી પાડશે અને રેલ મારફત ખર્ચ-અસરકારક અને પર્યાવરણને અનુકૂળ પરિવહન શક્ય બનાવશે.
CONCOR , ભારત સરકારના સાહસ તરીકે, પારદર્શિતા અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ સાથે કામ કરે છે અને 2027 સુધીમાં 100 ટર્મિનલ સ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (MCMA) અને અન્ય ઉદ્યોગપતિઓએ આ ટર્મિનલને આવકારતા જણાવ્યું કે મોરબી ઇટાલી કરતાં શ્રેષ્ઠ અને ચીન કરતાં સસ્તા ઉત્પાદનો પૂરાં પાડવા સક્ષમ છે. CONCORના અધિકારીઓએ ૠઈઝ-રફાલેશ્વરને PAN-India નેટવર્ક સાથે જોડવા અને એન્ડ-ટુ-એન્ડ લોજિસ્ટિક્સ સેવાઓ પૂરી પાડવાની ખાતરી આપી. અમદાવાદ ક્લસ્ટરના ચીફ જનરલ મેનેજર શ્રી અભિલાષ વી.એ આ ટર્મિનલને મોરબીના ઉદ્યોગોના વિકાસ માટે ’ગેમ-ચેન્જર’ ગણાવ્યો હતો. ૠઈઝ રફાલેશ્વર ટર્મિનલનું સંચાલન શ્રી રિતેશ માલવિયા (મોબાઇલ: 97550 99684) કરશે.