ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાકાળ બાદ રેલવેમાં સીનીયર સીટીઝન વગેરેને અપાતી રાહતો બંધ કરી દેવામાં આવી છે. પરંતુ સાંસદો સહિતના નેતાઓને કરોડો રુપિયાની રાહત યથાવત રાખી છે.
છેલ્લા પાંચ વર્ષમાં સાંસદોને ટીકીટ ક્ધસેશન પેટે 62 કરોડની રાહત આપવામાં આવી હતી.
- Advertisement -
લોકસભા સેક્રેટરીએટ દ્વારા માહિતી અધિકાર કાયદા હેઠળ અપાયેલા જવાબમાં એમ કહેવાયું હતું કે 2021-22માં 3.99 કરોડ, 2020-21માં 2.47 કરોડ, 2019-20માં 16.40 કરોડ, 2018-19માં 17.75 કરોડ તથા 2017-18માં 19.34 કરોડ સાંસદોના ટ્રેન ક્ધસેશન પેટે નાણા મંજુર કરવામાં આવ્યા હતા. કોરોના મહામારી વખતથી રેલવેએ સીનીયર સીટીઝનોના ક્ધસેશન બંધ કરી દીધા હતા. સબસીડી બીલ ઘટાડવાનું કારણ આપવામાં આવ્યું હતું. રેલવેની મૂળ સ્કીમ હેઠળ સીનીયર સીટીઝન પુરુષને ટ્રેન ટીકીટમાં 40 ટકા તથા મહિલાને 50 ટકાનું ક્ધસેશન આપવામાં આવતું હતું.
રેલવેના રિપોર્ટ પ્રમાણે માર્ચ 31 માર્ચ 2022 દરમ્યાન 7.31 કરોડ સીનીયર સીટીઝનોએ રેલવેમાં મુસાફરી કરી હતી. જેઓને ક્ધસેશનથી વંચિત રહેવું પડ્યું હતું.