કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર અને આત્મા પ્રોજેક્ટ, ગીર સોમનાથ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના જુદા-જુદા ક્લસ્ટરમાં પસંદગી પામેલા કૃષિ સખી અને કલસ્ટર રીસોર્સ પર્સન માટે પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમનું સમાપન થયું હતું. પ્રાકૃતિક કૃષિમાં આમૂલ પરિવર્તન લાવવાના એક ઉત્તમ આશયમાં 40 થી વધારે તાલીમાર્થીઓ જોડાયા હતા. તજજ્ઞોએ તાલીમાર્થીઓને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો, દેશી ગાય આધારીત ખેતી કઇ રીતે કરવી?, રોગ તેમજ જીવાતનું નિયંત્રણ, નિંદામણનું નિયંત્રણ, જમીનની તૈયારી, પિયતનું વ્યવસ્થાપન, બીજ માવજત, સહજીવી પાક, મિશ્ર પાક, જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપ્સા વગેરે સહિત પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે માર્ગદર્શન આપવામાંઆવ્યુંહતું.
ગીર સોમનાથમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત તાલીમનું સમાપન

Follow US
Find US on Social Medias


