ટૂરિસ્ટોને સચોટ માહીતી સાથે આકર્ષવા ટ્રેનિંગ અપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
ઉષા બ્રેકો ફાઉન્ડેશન , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ ના સયુંકત ઉપક્રમે યોજાયેલ ત્રિ દિવસીય ટુરિસ્ટ ગાઈડ ટ્રેનિંગ પ્રોગ્રામ સંપન્ન થયો. જેના ફિલ્ડ વિઝિટ અને તાલીમ ના ભાગરૂપે ઉપરકોટ તથા વિવિધ સાઈટ અને ગિરનાર ઉપર તાલીમ આપવામાં આવી.
સમાપન સમારોહ માં ભૂમિબેન કેશવાલા એસ. ડી.એમ જૂનાગઢ, અને શુ શ્રી એન. ડી . વાળા. જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ, એ હાજરી આપીને સર્ટિફિકેટ નું વિતરણ કરવામાં આવ્યું. કંપની ના આસી.વાઇસ પ્રેસિડેન્ટ દીપક કપલીશે આ સમારોહ ને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તથા તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રોગ્રામ માં મુલાકાત લેવા બદલ ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ના ડો.જ્હોન વિનર ને પણ ધન્યવાદ આપ્યા હતા અને જૂનાગઢ ના તાલીમાર્થઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જેમાં ટુરીસ્ટ ગાઈડો દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યા હતા.
જૂનાગઢમાં ત્રણ દિવસની ટુરિસ્ટ ગાઈડ ટ્રેનિંગ સંપન્ન
