જેતપુર તાલુકામાં સૌથી વધુ ૨૪ ગામોમાં ૧૦૦ ટકા કોરોના રસીકરણ થયું
રાજકોટ – હાલમાં કોરોનાથી બચવા માટે રસીકરણ એજ શ્રેષ્ઠ ઉપાય છે. તેથી કોરોનાના સંક્રમણથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નગરપાલિકા વિસ્તારના ૭ અર્બન હેલ્થ સેન્ટર અને ૧૨ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, તથા ૫ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મફત વેક્સિન આપવામાં આવી રહી છે. ઉપરાંત દરેક પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. આ રસીકરણ કામગીરી માટે જિલ્લામાં દૈનિક ૩૦૦ જેટલા વેક્સિન સેસન આયોજન કરવામાં આવી રહેલ છે.
આ કામગીરીને વેગ વધારવા તથા વધુમાં વધુ લોકોને ઝડપથી રસીકરણનો લાભ મળી રહે તે હેતુથી ગ્રામ્ય વિસ્તારમાં કોરોના રસીકરણ માટેની મોબાઈલ ટીમ બનાવી મહોલ્લાવાઈઝ અને લોકોની અનુકુળતા મુજબ રાત્રીના સમયે અને વાડી વિસ્તારમાં પણ રસીકરણની કામગીરી કરવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ છે.
- Advertisement -
તા:૬/૯/૨૦૨૧ સુધીમા જિલ્લાના ૧૦૧ ગામોમાં ૧૦૦ ટકા સંપૂર્ણ રસીકરણ કરવામાં આવેલ છે. જેમાં સૌથી વધુ જેતપુર તાલુકામાં-૨૪ ગામોસંપૂર્ણ રસીકરણ કરવામાં આવે છે. ઉપરાંત જામકડોરણામાં- ૧૫, પડધરીમાં–૧૫ રાજકોટમાં–૧૩, ગોંડલમાં–૧૦, જસદણમાં-૭, લોધિકામાં-૫, ધોરાજીમાં-૪, વીંછીયામાં-૪, ઉપલેટામાં-૨ અને કોટડામાં-૨ ગામોમાં ૧૦૦ ટકા સંપૂર્ણ રસીકરણ કરવામાં આવેલ છે. જિલ્લામાં ૯,૩૦,૬૬૬ લોકોએ પ્રથમ ડોઝ અને ૨,૮૭,૯૪૪ લોકોએ બીજો ડોઝ લીધો છે. તેમ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયુ છે.