રેડિકલ રેડિયોથેરાપીથી 65 વર્ષના દર્દીમાં ત્રણ મહિનામાં ’સંપૂર્ણ મેટાબોલિક પ્રતિસાદ’
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે 65 વર્ષના દર્દીને હાઇ-ગ્રેડ યૂરીનરી બ્લેડર કેન્સરનું નિદાન થયું હતું. સર્જરી કરાવવાનો ઇનકાર કરતાં, ડો. રાહુલ મિશ્રાએ હાયપોફ્રેક્શનેટેડ રેડિકલ રેડિયોથેરાપી (55 Gy) દ્વારા સારવાર આપી.
- Advertisement -
IGRT જેવી આધુનિક પદ્ધતિથી અપાયેલી આ સારવાર દરમિયાન કોઈ મોટી આડઅસર ન થઈ. ઉપચાર બાદના ત્રણ મહિનામાં PET-CT સ્કેનમાં સંપૂર્ણ મેટાબોલિક પ્રતિસાદ જોવા મળ્યો, જેનાથી દર્દી સંપૂર્ણ સ્વસ્થ છે.



