અગાઉ ભ્રષ્ટાચારના આક્ષેપ થતા કામ બંધ કર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ ધ્રાંગધ્રા
- Advertisement -
ધ્રાંગધ્રામાં છેલ્લા છ મહિનાથી ચાલતા GUDC (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ સોસાયટી) ની ધીમી કામગીરી સામે હવે સવાલો ઊભા થયા છે.
રાજ્યના દરેક શહેરોમાં છેવાડાના વિસ્તારોને પણ પાણી મળી રહે તે માટે “અમૃત 2.0” પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનું કામ GUDC (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ સોસાયટી) ને આપવામાં આવ્યું છે જે રાજ્ય સરકારના અમૃત 2.0 પ્રોજેક્ટ અંતર્ગત ધ્રાંગધ્રા ખાતે પિવાના પાણી માટે અંતરિયાળ વિસ્તારમાં પાઇપ લાઇન નાખવા તથા સંપ અને પાણી સંગ્રહ માટે સ્ત્રોત બનાવવાની સહિત આશરે 20 કરોડ રૂપિયાની કામગીરી કરવાની છે.
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં GUDC દ્વારા ગોકળગાયની ગતિ માફક ચાલતી રહ્યું છે. જ્યાં સુધી સંપૂર્ણ પણે કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી સમગ્ર શહેરી વિસ્તારમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા પણ ખોરંભે ચડી છે જોકે હાલ શિયાળાની સિઝન હોવાથી સ્થાનિક રહીશોને પાણીની જરૂરિયાત ખૂબ જ ઓછી છે પરંતુ આગામી સમયમાં ઉનાળાની સિઝન શરૂ થતા પાણી માટે વલખાં માટે સ્થાનિકોને આ અમૃત યોજના થકી ગોકળગાયની ગતિએ ચાલતું કામ કડવું ઝેર જેવું લાગશે. આ અગાઉ પણ GUDC દ્વારા કરવામાં આવતા ધ્રાંગધ્રા વોર્ડ નંબર 1માં સંપ બનવાના કામ તથા વર્ડ નંબર 8માં કોલેજ પાછળ પાઇપ લાઇન નાખવાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાયા હતા.
- Advertisement -
જે બાદ થોડા સમય સુધી કામ બંધ કરી હવે ફરી પાછું શરૂ કરી દેવાયું છે પરંતુ ગોકળગતિએ ચાલતા કામને સમય મર્યાદામાં પૂર્ણ કરવા નહીં થાય તો આવતા ઉનાળાની સિઝનમાં સ્થાનિક રહીશોને પીવાના પાણી માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિ નિર્માણ થાય તેમ છે.



