ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના મેરૂપર ગામમાં જમીન પચાવી પાડનાર ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. મેરૂપર ગામના રહેવાસી અને હાલ હળવદમાં રહેતા વૃદ્ધે પોતાની માલિકીની જમીન પર ત્રણ શખ્સોએ દબાણ કર્યું હોય તે બાબતે હળવદ પોલીસ સ્ટેશને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોઁધી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદના મેરૂપર ગામના રહેવાસી અને હાલ હળવદ બસ સ્ટેશન પાછળ રહેતા શંકરભાઇ રાજપરાએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં મેરૂપર ગામમાં માલિકીની જમીન પચાવી પાડનાર રમેશભાઇ ભુદરભાઇ પટેલ, મનસુખભાઇ ભુદરભાઇ પટેલ અને વિભાભાઇ રાહાભાઇ રબારી સામે વૃદ્ધે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, મેરૂપરમાં તેમને સાંથણીમાં મળેલી જમીન પર ગેરકાયદેસર કબજો કરીને આરોપીઓએ આર્થિક ઉપજ મેળવીને વર્ષ 2016થી અત્યાર સુધી જમીન પર કબ્જો જમાવી રાખેલ છે જેથી શંકરભાઇએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને પકડવા સહિતની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.