ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વી.ટી.સીડાએ જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીને આચારસંહિતા ભંગ થયાની લેખીત ફરિયાદ કરવામાં આવી છે. જેમાં વંથલીના માર્કેટીંગ યાર્ડમાં સરકારી મિલ્કત પર તા.20ના રોજ ભાજપ દ્વારા એક મિટીંગનું આયોજન સાથે ભોજન સમારંભ રાખીને ખુલેઆમ આચારસંહિતા ભંગ કરેલ છે. ત્યારે આ મિટીંગના જવાબદારો સામે આચારસંહિતા ભંગ બદલ ફોજદારી ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવાની ચૂંટણી અધિકારી પાસે માંગ કરી છે.