બે દિવસ પહેલાં યુવતીએ રાજકોટમાં ઝેરી દવા પીધી હતી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
બુધવારે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન નજીક ઝેરી દવા પી લેનાર યુવતીએ જૂનાગઢનાં ભુવા સુરજ સોલંકી સામે બી ડિવિઝન પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર પરિવારથી અલગ ભાડાના મકાનમાં રહેતી યુવતીએ બુધવારે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન નજીક ઝેરી દવા પીધી હતી. આ યુવતીએ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જૂનાગઢના ભરડાવાવ વિસ્તારમાં રહેતા સુરજ લાખા સોલંકી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં નોંધાવ્યું હતું કે સુરજ સાથે 10 મહિના પહેલાં ઈન્સ્ટાગ્રામમાં પરિચય થયો હતો અને પોતે પરિણીત હોવાની વાત છૂપાવી પ્રેમસંબંધ બાંધ્યો હતો. 10 મહિનાથી સુરજ તેને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ ગુજારતો હતો. 3 મહિના પહેલાં સગર્ભા થતાં સુરજે વિટામીનની ગોળીઓ કહી ગર્ભપાત કરાવ્યો હતો. બાદ સુરજ ભુવાને અન્ય સાથે સંબંધ હોવાની જાણ થઈ હતી. યુવતી લગ્ન માટે કહેતા ભુવાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.