5 લાખના 9 લાખ વસુલયા પછી ધમકી આપી એક્ટિવા પડાવી લીધું
રાજકોટમાં પોલીસના લોકદરબાર વચ્ચે પણ વ્યાજખોરોનો આતંક યથાવત રહેવા પામ્યો છે આજે વધુ એક વ્યાજખોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે જેમાં 3 મહિલા સહિત 5 વ્યાજખોરોનો સમાવેશ થાય છે.
- Advertisement -
રાજકોટના જામનગર રોડ ઉપર વાંકાનેર સોસાયટીમાં રહેતા ઇમરાનભાઈ કાસમભાઈ સુમરાએ ઝુંબેદાબેન જુણાચ, કુલસુમબેન ઉર્ફે ગુડી દલવાણી, રસીદાબેન જુણાચ, હસીનાબેન સમા અને સાહિલ સમા સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં મનીલેન્ડ, મારકૂટ અને ધમકી આપવા અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતાને પૈસાની જરૂરિયાત હોય જેથી જૂન 2023માં 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે 9 લાખ રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા છતાં આરોપી વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હતા અને માતા વહીદાબેનને રૂબરૂ ઘરે આવી તથા ફોન કરી ધમકી આપી હતી તેમજ યુવકને પાટુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એક્ટીવા પડાવી લીધું હોવાનું જણાવતા પીએસઆઈ એસ એલ ગોહિલએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.