શારીરિક નબળાઈ ધરાવતો પતિ આગલા ઘરની દીકરીને માવતરે મૂકી આવવા દબાણ કરતો
પ્રેમલગ્ન બાદ પત્ની પર શંકા કરી મારકૂટ કરતાં પતિ સામે ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પરની ગિરનાર સોસાયટીમાં રહેતા રીટાબેન ટાંકએ કેશોદ રહેતા પતિ જગદીશ ટાંક, સસરા મગન વીરજી ટાંક, દિયર અનિલ ટાંક, સાસુ જયા ટાંક અને વડોદરા રહેતી નણંદ વર્ષા હિતેષ નૈના સામે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પ્રથમ લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા અને લગ્નજીવન દરમિયાન પુત્રીનો જન્મ થયો હતો ત્રણ વર્ષ પહેલા પતિ સાથે છુટાછેડા થયા હતા અને 14 ડિસેમ્બર 2021ના કેશોદ રહેતા જગદીશ સાથે લગ્ન થયા હતા લગ્ન પહેલા આગલા ઘરની પુત્રીના ઉછેરની જવાબદારી લીધી હતી. લગ્નના ત્રણ મહિના બાદ શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું,લગ્નની પહેલી રાતથી પતિ શારીરિક સંબંધ બાંધી શક્યો નહોતો, જેથી લગ્નના એક મહિના પછી તેની શારીરિક નબળાઇ બાબતે દવા લેવાનું કહેતા પતિએ ઝઘડો કર્યો હતો, બાદમાં તેણે કેશોદમાં આયુર્વેદિક ડોક્ટર પાસે સારવાર કરાવી હતી પરંતુ તે દવા પીતો નહોતો, આ મુદ્દે પતિ પત્ની વચ્ચે અવાર નવાર માથાકૂટ થતી હતી. ટાંક પરિવારે શ્રેયાને સાથે રાખવાની ના કહી રીટાને તેની પુત્રીને પિયર મુકી આવવા દબાણ કર્યું હતું, નણંદ પણ માતા-પિતાને ચડામણી કરતી હતી. બે વર્ષ પહેલા સાસુએ ઝઘડો કરતા રીટા પોતાની પુત્રી સાથે ઘર છોડીને કેશોદ બસ સ્ટેશને પહોંચી હતી તો તેના પતિ અને દિયરે ત્યાં જઇ રીટાને પરત પોતાના ઘરે લઇ જવાને બદલે ઝઘડો કર્યો હતો અંતે ફરિયાદ નોંધાવી હતી.
શહેરના પોપટપરા રઘુનંદન સોસાયટીમાં રહેતાં નફીસાબેન ઉર્ફ ખુશી સલીમભાઇ માણેક ઉ.28એ તેના પતિ સલીમ કામસ માણેક વિરૂદ્ધ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હાલ તે તેના પિતાના ઘરે રહે છે તેને સલીમ સાથે પ્રેમ સંબંધ હોવાથી અમરેલીમાં 2017માં નિકાહ કર્યા હતા બાદમાં બંને રેલનગર ટાઉનશીપમાં રહેતા હતા પતિ સલીમ ટ્રાન્સપોર્ટેશનનો ધંધો કરતા હતા લગ્નના થોડાં સમય બાદ પતિ ખોટી શંકાઓ કરતા અને પુરૂષ બકાલુ વહેંચતા હોય ત્યાં બકાલુ નહી લેવાનું અને ઘરની બહાર એકલુ નહી નીકળવાનું અને કોઇ પ્રંસગ હોય તો ત્યા પ્રસંગમાં લઇ જતા નહિ તેણી જવાની જીદ્દ કરે તો ઝઘડો કરી ગાળો આપી માર મારતા હતા તેમજ ઘરખર્ચના રૂપિયા પણ આપતા ન હતાં અને અઢી મહિના પહેલા કચ્છમાં હાજીપીરના ઉર્ષમાં પરીવાર સાથે જવાનું હોય તેણીએ પતિને કહેલ કે, મારે પણ આવવુ છે તેમ કહેતા તારે આવવુ નથી કહી ગાળો આપી માર માર્યો હતો અઢી મહિનાથી રીસામણે આવેલ છે આ ઉપરાંત તેમના સાસુ ફાતીમાબેને આજ સુધી પુત્રવધુ તરીકે અપનાવેલ નથી અને તેના પતિએ અગાઉ પણ લગ્ન કરેલ છે. જેમને બે સંતાન પણ છે મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



