સિંગરનું કામ કરતી યુવતી સાથે દારૂડિયો પતિ નશો કરી મારકૂટ કરતો
લગ્ન બાદ વાડીએ કામ કરવાનું, સાડી જ પહેરવા દબાણ કરી ત્રાસ આપતા
‘તું તો અમારી જમીન જોઇને આવી છો, તને તો રસોઈ બનાવતા પણ આવડતી નથી’ કહી ત્રાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના જેનિસ એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પાબેન તેજસભાઇ રાવલએ મોરબી રહેતા પતિ તેજસ રાવલ, સસરા રાજેશભાઇ, સાસુ મધુબેન, નણંદ અંકિતાબેન અને પૂનમબેન તથા દિયર ધ્રુવીલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે માતા કિષ્નાબેન સાથે એકાદ વર્ષથી રહુ છું હુ સિંગરનું કામ કરૂ છુ. વર્ષ-2023ના તા-2 9/06/2023ના રોજ મારા લગ્ન તેજસભાઈ રાજેશભાઇ રાવલ સાથે શકત શનાળા ખાતે રામ મંદીરે થયા હતા મને મારા સાસુ સસરાએ જાણ કરેલ કે તેજસને પીવાની ટેવ છે તમે સાચવી લેજો તેમ વાત કરેલ જેથી મે તેઓ એ કહેલ કે તમારે લગ્ન પહેલા આ બધી ચોખવટ કરાય ને તો હું લગ્ન ના કરેત. ત્યારે પણ અમો બધા વચ્ચે બોલાચાલી થયેલ હતી અને ત્યારબાદ લગ્નના દોઢેક મહીના બાદ મારા પતિ દારૂ પી ધરે આવેલ જેથી મે તેઓને કહેલ કે તમો કયા દારૂ પી ને આવ્યા છો તેમ વાત કરતા તેઓએ મને કહેલ કે નુ મને પુછવા વાળી કોણ મને મારા માતા પિતા પણ કાઇ નહી કહેતા નથી તેમ કહી જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ જેથી મે તેઓને સમજાવી સુવડાવી દીધેલ અને બાદ મે મારા સાસુ સસરાને જાણ કરતા તેઓએ મને જણાવેલ કે તેજસને દારૂ પીવાની ટેવ છે અને હવે તારે જ સાચવાનો છે. બાદમાં ઝગડો થતા મે મારા માતા તથા ભાભીને જાણ કરતા તેઓ મને મોરબી તેડવા આવેલ અને હું લગ્નના બે મહીના બાદ પહેલી વાર મારા માતાને ત્યા રાજકોટ જતી રહેલ હતી અને ત્યારબાદ પંદરક દીવસ બા દ તેજસ તેની બહેન અંકીતા તથા તેના પિતા રાજેશભાઈ બન્ને એમ બધા અમારા ઘરે આવેલ અને જણાવેલ કે હવે તેજ સ દારૂ નહી પીવે મારા મારી નહી કરે. ત્યારબાદ તેજસે ફરી દારૂ પીવાનુ ચાલુ કરેલ અને મોડી રાત્રે ધરે આવી મારે અન્ય પુરૂષો સાથે સબંધ છે તેવી શંકા કરી મારી સાથે મારા મારી અને મને મોડી રાત્રીના ધરે ની બહાર ધક્કા મારી અવાર નવાર કાઢી મુકેલ. અમારા પરીવારના સભ્યોને વાતચીત કરી મને તેડી જતા હતા.
જ્યારે ખોરાણા ગામ રહેતા જયશ્રીબેન દીલીપભાઇ વધેરાએ ધ્રોલના ભેસદડ ગામે રહેતા પતિ દિલીપભાઇ કુરજીભાઈ વઘેરા, સાસુ ગંગાબેન, કાકાજી સસરા વાલજીભાઇ તેજાભાઈ વઘેરા, વાંકાનેર રહેતા નણંદ ગીતાબેન અને નણદોયા લવજીભાઈ જેઠાભાઇ સરેસા સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ઉપર લખાવ્યા સરનામે મારા માતા પિતાના ઘરે છેલ્લા અઢી વર્ષથી રહુ છુ અને મારા લગ્ન ગઇ તા 09/12/2021 ના રોજ ખોરાણા થયેલ છે લગ્ન થયા બાદ બે મહીના સરખી રીતે રાખેલ અને બાદ મારા પતિ અને સાસુ મને ઘરના કામકાજ બાબતે મહેણા ટોણા મારી અને ગાળો આપી ઝઘડાઓ કરતા બે મહિના બાદથી મારા પતિ તથા સાસુ મને કહે તા કે તારે આડોશી પાડોશી સાથે બોલવાનુ નહી અને તારે તારા માતા પિતા કે સગા સબંધીને ફોનમાં વાત નહી કરવાની અને સગાઇ થયેલ ત્યારે મને ધરનુ કામ કરવાનુ છે અને તારે ડ્રેસ પહેરવાની છુટ અને લગ્ન બાદ તારે વાડીએ કામ કરૂવુ પડસે અને સાડીજ પહેરવાની એમ મારા પતિ નાની નાની બાબતે પાબદી લગાવતા હોય અને ઝગડાઓ કરતા અને મારા પતિ ધરેથી ત્રણ ચાર દીવસ ધરથી બહાર કહયા વગર જતા રહેતા અને મારા પતિને ફોન કરીતો મારો કોઈ ધણી નથી અને હુ છુ એવો રહીસ અને મને ફોન નહી કરવાના તેમ કહી જગડો કરી ફોન કાપી નાખતા અને આ બાબતે મારા સાસુ તથા કાકાજી સસરા ને તથા મારા નણંદ તથા નણંદોયાને ફોનથી મારા પતિને સમજાવવા કહેતા તે મારા પતિને સમજાવવાની બદલે મારી સાથે ઝગડાઓ કરતા તથા મારા પતિને ચડામણી કરતા જેથી મારા પતિ મારી સાથે ગાળા ગાળી કરી ઝ ગડો કરતા. તા. 16/09/2022 ના રોજ મારા ધરે વાત કરતી હતી
ત્યારે મારા પતિ આવેલ અને મારો ફોન લઈને ફેંકી દીધેલ અને તારા ધરના બધા તેને ચડાવે છે અને મારા ધરના વિશે ખરાબ ગાળો આપેલ તો મે ગાળો દેવાની ના પાડતા મારા પતિએ મને એક ફડાકો મારી દીધેલ અને મારા સાસુ તથા મારા પતિ મને ગાળો આપી જગડો કરી ધરેથી જતા રહેલ અને મે મારા ભાઇને ફોન કરી બોલાવેલ. સમાધાન માટે અનેક પ્રયત્ન કરવા છતા સફળતા મળેલ નહી અને પીયર આવ્યા બાદ મારા સાસરીયા વાળાએ મારી કોઇ સંભાળ લીધેલ ન હોય જેથી ફરિયાદ નોંધાવી હતી તેમજ સહિદ સુખદેવ ટાઉનશીપમાં રહેતા રીંકલબેન હીતેષભાઈ વડાલિયા ઉ.33એ ભાયાવદર રહેતા પતિ હિતેશભાઈ, સસરા રણછોડભાઈ છગનભાઇ વડાલીયા, સાસુ લલિતબેન, નણંદ દિપ્તીબેન સંદીપભાઈ વૈષનાણી, કાકાજી સસરા જગદીશભાઇ છગનભાઇ વડાલીયા અને અમિતાબેન ભરતભાઈ વડાલીયા સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમારા લગ્ન તા. 20/07/2015 ના રોજ આર્યસમાજમા અમારા સમાજના રીતરીવાજ મુજબ થયા હતા લગ્ન બાદ હું મારું લગ્નજીવન શરુ કરવા મારા સાસરીમા ગામડે જામર્ટીબડી પંદરેક દિવસ રોકાયેલ બાદ આ લગ્નના ચોથા દિવસે જ મારા સાસુ લલીતાબેન જે મારા નવા સાસુ છે જે મને કહેવા લાગેલ કે તું તો અમારી જમીન જોઇને આવી છો. અને તારા પિયર વાળાને તો કાંઈ નથી અને તને તો ઘરકામ અને રસોઈ બનાવતા પણ આવડતી નથી, એમ કહિ મને મહેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપવાનુ શરુ કરી દિધેલ. મારો પતિ અવાર નવાર દારુ પિ અને ઘરે આવતો અને દારુ પિ ને મારી સાથે જેમ ફ્રાવે તેમ વર્તન કરતો. અને હું ઘરે ના હોવ ત્યારે કોઈ અજાણી સ્ત્રીને ઘરે બોલાવતા.છતા મારે સંતાન હોવાથી આ બધુ હું સહન કરતી બાદ આ બાબતે અમો સમજુતી કરાર પણ કરેલ છે. તા-23/02/2025 ના રોજ મારા પતિ મને કહ્યા વગર ક્યાંક જતા રહેલ બાદ મેં આખો દિવસ મારા પતિનો સંપર્ક કરવા છતા થયેલ નહી જેથી મેં મુંજકા પોલીસ સ્ટેશન ખાતે ગુમની ફરીયાદ કરેલ બાદ તા-26/03/2025 ના મારા પતિએ મને ફો ન કરી અને કહેલ તું અને તારો દિકરો તમારું કરી લો અને હું ઘરે નહી આવુ. તા-27/03/2025 મુંજકા પોલીસ સ્ટેશન ખાતે અમારા નિવેદન લિધેલ, બાદ બીજા જ દિવસે મારા પતિ ગામડે મ ને તથા મારા દિકરા ને એકલા મુકી અને જતા રહેલ. બાદ આજદીન સુધી આવેલ નથી જેથી મેં મારા પતિ સાથે સમધાન માટે અનેકવાર પ્રયાસો કરેલ. છતા સમધાન માટે આવેલ નહિ જેથી અંતે ફરિયાદ નોંધાવી હતી.