સટ્ટાબાજી એપ.નો પ્રચાર કરવા બદલ દગ્ગુબાતી, પ્રકાશ રાજ, દેવરકોંડા સામે ફરિયાદ
ટેલિવુડના અભિનેતા અને સોશ્યલ મિડીયાના ઈન્ફલુએન્સર સહિત 25 સામે કાર્યવાહી
- Advertisement -
બેટીંગ-સટ્ટાબાજી એપ્લીકેશનના પ્રચાર બદલ હવે તેલંગાણા આંધ્રપ્રદેશમાં જબરી કાર્યવાહી કરવામાં આવી છે અને ફિલ્મ અભિનેતા તથા સોશ્યલ મીડીયાના ઈન્ફલુએન્સર સહિત 25 સામે ફરિયાદ નોંધાઈ છે. જેની હવે ધરપકડ થઈ શકશે. જેમાં સામે એફઆઈઆરમાં તેના રાશિના અભિનેતા દગ્ગુબાતી, દેવરકોંડા સિંઘમની હિન્દી ફિલ્મમાં પણ જાણીતા બનેલા પ્રકાશરાજ તથા મંચુ લક્ષ્મીનો સમાવેશ થાય છે. તેઓ પર ગેરકાનુની જાહેર થયેલી સટ્ટાબાજીને પ્રોત્સાહીત કરવાનો આરોપ છે.
તેલંગાણા પોલીસે તેમના પર એફઆઈઆર દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે તે મુજબ રાણા દગ્ગુબાતી, મંચુ લક્ષ્મી, નિધિ અગ્રવાલ, વિજય દેવરકોેંડા, પ્રકાશ રાજ અને પ્રણિતા અને અન્ય જેઓ સેલીબ્રીટી છે તેઓ એક સટ્ટાબાજી એપ.ને પ્રોત્સાહીત કરી રહ્યા છે. જેમાં ઈમરાનખાન, હર્ષ સાઈ, ટેસ્ટી તેજા, કિરણ ગૌંડ, વિષ્ણુપ્રિયા શામલા, હિતુ ચૌધરી, બંડારૂ શેષયાની, અજય સની અને સુધીર જે ફિલ્મી હસ્તીઓ છે તેઓ પણ આ કૃત્યમાં સામેલ છે.