કામદારોને ટી નંબર આપવાના કાર્યક્રમમાં નહીં જવા માટે ધમકી આપી હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
યુનિયન પદાધિકારીઓ દ્વારા કામદારોને ધમકી મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જે બાબતે અંતે ધમકી આપનાર બંને પદાધિકારીઓ અને ઉઈઠ કંપનીના કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેવામાં હાલમાં કંપનીના કેટલાક કામદારોને ટી નંબર આપવાનો કાર્યક્રમ રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજાના હસ્તે યોજાયો હતો જેમાં કેટલાક કામદારો દ્વારા અન્ય યુનિયન પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમમાં નહિ જવા દેવા માટે કામદારોને ધમકી આપી હોવાની વાત સામે આવતા પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ થવા પામી હતી.
- Advertisement -
જે બાદ સ્થાનિક પોલીસે તપાસ પણ આદરી હતી જેના અંતે કંપનીના કામદાર જયદીપસિંહ માનુભા ઝાલા દ્વારા ધમકી આપનાર બે કર્મચારી શક્તિસિંહ ઝાલા અને જાવેદભાઈ નાગોરી ગત 8 ઓગસ્ટના રોજ પોતે કંપનીમાં કામ પર જતા હતા ત્યારે બાઈક પાર્કિગના સ્થળે જઈ જયદીપસિંહ ઝાલાને કાર્યક્રમમાં જશે તો હાથ પગ ભાંગી નાખશે તેવી ધમકી આપી હતી જે બાબતે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા બંને કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.